________________
૮૩
પહેલી શિખામણ આપે છે, “હે પુત્રી ! તું નિરંતર ક્ષમાને તારા જીવનમાં ધારણ કરજે. ગમે તેવા સંજોગો ઉપસ્થિત થાય તે પણ કદી આક્રોશ કે આવેશ કરીશ નહીં. આ વેશ કરવાના કારણે અનેકના જીવન નિષ્ફળ બની જાય છે. માટે હે વત્સ! નિરંતર તું ક્ષમાને ધારણ કરજે.” બજી શિખામણ આપે છે-“તારા પતિનું નિરંતર તું દેવની જેમ જતન કરજે.”
આર્યક્ષેત્રના બધા જ ધર્મના શાસ્ત્રો પતિને દેવતુલ્ય માનવાનું અને પત્નીને દેવતુલ્ય માનવાનું કહે છે. તેની પાછળ મહાન તત્વ છુપાયેલું છે. આજનું વિજ્ઞાન પણ તે જ વાત કરે છે.
એક વૈજ્ઞાનિકે એક મોટા હાલમાં બે છેડ ઉગાડવાનો પ્રયોગ કર્યો. તેના માટે બે જુદા જુદા માણસોની નિમણુંક કરી. બને છે. માટે એક સરખાં બીજ, એક સરખી હવા અને પ્રકાશ મળે તેવી ગોઠવણ કરી. પૂર્વ દિશામાં છોડ ઉગાડવાવાળ વૈજ્ઞાનિક બીજ હાથમાં લઈ વિચારે છેઃ “આ બીજ ઘણું જ સુંદર છે, તેમાંથી સરસ છેડ તૈયાર થશે. તેનાં સુંદર ફૂલ-ફળ આવશે.” પાણી સિંચતાં દરરોજ આવી ભાવના કરે છે. પશ્ચિમ દિશામાં છોડ ઉગાડવાવાળે વિજ્ઞાનિક બીજ વાવતાં ભાવના કરે છે: “આ બીજ નકામું છે. ઊગશે જ નહીં. ઊગશે તે ફળ-ફૂલ આવશે જ નહીં.”
પાણી સિંચતાં આવી ભાવના કરે છે. પૂર્વ દિશાનો છેડ || પુરબહારમાં ખીલી ઊઠયો. સુંદર પાંદડા, ફૂલ અને ફળu
IgL
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org