________________
૮૨
થશે તેનુ દુ:ખ થયુ. પરંતુ પેાતાના વિચારોથી જ સમા ધાન કરે છે
માંગ્યા ભૂષણ જેહ, તે ઉપર મમતા કિસીજી;
પ્રસંગ ઉપર માંગી લાવેલા આભૂષણ, અવસર વીતે પાછાં સ્થાપવાનાં જ હોય છે. તેમ લગ્ન થયા પછી પુત્રી માંગી લાવેલા આભૂષણ જેવી વસ્તુ છે-તેને શ્વસુરગૃહે વળાવવી જ પડે છે. તે વખતે રાજા અને રાણી શ્રીપાલકુમારની પાસે આવે છે, અને કુવરને રડતા હૃદયે વિનતી
કરે -
મદનમંજીષા એહ, અમ ઉત્સ‘ગે ઉછરીજી; જન્મ થકી સુખ માંહી, આજ લગે' લીલા કરીજી. વહાલી વિત પ્રાય, તુમ હાથે થાપણ વીજી.
“અમારી પુત્રી મદનમંજુષા અમને અમારા જીવ કરતાં પણ વધુ પ્રિય છે. બાલ્યવયમાંથી ચાસઠ કળામાં પ્રવીણ બની છે. સુંદર સસ્કારોથી તેને સજ્જ કરી છે. તેના હૃદયમાં નિરંતર પરમાત્મા અરિહંતદેવ વસે છે. ધર્મોમાં અત્યંત પ્રીતિવાળી છે. અમારી આ થાપણ તમારા હાથ સાંપીએ છીએ, તમે તેનું જતન કરજો, રક્ષણ કરજો, ”
હવે માતા અને પિતા પુત્રી મદનમંજુષાની પાસે આવી, શ્વશુર ગૃહે જતી પુત્રીને શિખામણના બે શબ્દ કહે છે( રાગ–ઢાલીડા ઢબુકવા લાડી, ચાલેા આપણા દેશ રે) પુત્રીને કહે વત્સ બહેની, ક્ષમા ઘણી મન આણજો જી; સદા લગે ભરતાર બહેની, દેવ કરીને જાણો જી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org