________________
૭૮
જ
સાધના કહેવાય છે, તેને જ સિદ્ધચક્રનુ પૂજન કહેવાય છે, અને તેને જ અરિહંત પ્રભુની ઉપાસના કહેવાય છે અને નવપદનું ધ્યાન પણ તેને જ કહેવાય છે. માટે જ અરિહંત પરમાત્મા, નમસ્કાર મંત્ર, સિદ્ધચક્રનું પૂજન, અને નવપદ્યનું ધ્યાન, આત્મ સ્વરૂપના અનુભવ કરવા માટેનાં દિવ્ય આલ ખના છૅ. તેની આરાધનાથી આત્મ સ્વરૂપના અનુભવ આ જન્મમાં જ થઈ શકે છે. માટે જ કહ્યું છે કે“ એ નવપદ ધ્યાતા થાં, પ્રગટે નિજ આત્મરૂપ રે” ( ઉ. યોાવિજયજીકૃત ‘શ્રીપાલરાસ’)
કનકેતુ રાજા શ્રીપાલકુંવરને રાજમહેલમાં સામૈયાપૂર્ણાંક લઈ જાય છે તેમને સિંહાસન ઉપર બેસાડીને રાજા અને રાજકુવરી ભાવના કરે છે:
ધન્ય રિસહેસર કલ્પતરૂ, ધન્ય ચક્રેશ્વરી દેવી; જાસ પસાયે મુજ ક્ળ્યા, મન વાંછિત તતખેવી. (તત્કાળ) ધન્ય છે કલ્પવૃક્ષ સમાન ઋષભદેવ ભગવાનને! ધન્ય છે ચક્રેશ્વરી દેવીને ! જેમના પ્રભાવથી આજે સવ મનાસ્થા પૂર્ણ થયા.
રાજાએ સજ્જન મનુષ્યેાને ખેલાવીને પ્રેમપૂર્વક મદનમંજીષાનું વેવિશાળ શ્રીપાલકુંવર સાથે કર્યુ.... શ્રીપાલકુ વરને તિલક કરી, શ્રીફળ અને પાન આપી કેશર કુમકુમના છાંટણા કર્યો.
શ્રીપાલ મહારાજા પેાતાના સ્થાને દરિયા કિનારે તંબુ નાખેલે હતા ત્યાં પહેોંચ્યા. અહી રાજા લગ્નની તૈયારી કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org