________________
૭૭
દેડી શા માટે કરે છે? ત્યારે આપણે જે હતું તે જ કહ્યું, કે થોડા પૈસા વધારે મળે તે માટે દોડાદોડી કરું છું, ત્યારે આપણા કાકા કહે છે કે ભાઈ, તારા ઘરમાં તારા બાપદાદાએ હીરા, માણેક. રત્નો અને સુવર્ણનો ભંડાર દાટેલો છે.
આ વાત સાંભળ્યા પછી આપણે બજારમાં જવાનું પણ બંધ કરી દઈએ અને કેદાળે લઈને ખદવા મંડી પડીએ અને તે દાટેલું નિધાન કાઢીએ ત્યારે જપીએ છીએ.
તે રીતે આપણું કાકાઓના પણ કાકા, આપણું દાદાઓના પણ દાદા તીર્થકર ભગવાન જે આપણું ઉપર અત્યંત કરૂણાવાળા છે, તે આપણને કહે છે, કે ભાઈ! શા માટે આ બધી દેડાદોડી કરે છે? અનંત આનંદ, અવ્યાબાધ સુખ, અચિંત્ય શક્તિ અને કેવળજ્ઞાન આદિ અનંત ગુણેનું નિધાન તારી અંદર જ પડેલું છે. તું બહાર દેડી રહ્યો છે, પરંતુ તારા અંદર જે, તને પરમ નિધાનનું દર્શન થશે.
ત્યારે પેલા ભાઈ જેમ કેદાને લઈને ખજાનો કાઢવા મંડી પડયા, તેમ આપણે પણ પ્રભુનું આ વચન સાંભળીને, બહિરાત્મભાવ છોડીને, આપણા અંદરના આત્માની શાયિક લબ્ધિઓના દિવ્ય ખજાનાને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનીએ છીએ. આત્માની અંદરના ખજાનાને બહાર કાઢવાની એટલે જીવનમાં અનુભવવાની પ્રક્રિયાને નમસ્કાર મહામંત્રની
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org