________________
૭૫
નથી, પરંતુ પરમાત્માથી પોતાની જાત વિખૂટી પડી ગઈ છે, તે છે. પરમાત્માથી વિમુખદશા તે જ અજપાનું અને અશાંતિનું મૂળ કારણ છે. Relationship to Reality પરમાત્મા સાથે પિતાના મૂળ સંબંધનું અજ્ઞાન છે, તે અજ્ઞાન યાને મિથ્યાત્વ દૂર કરવામાં ન આવે ત્યાં સુધી જીવનમાં સમતાને અનુભવ થતો નથી. પરમાત્મા સાથે આપણે જાતિ એકતાનો સંબંધ છે. “ધમ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ,
આપણે આતમા તેહેવો ભાવિએ; જાતિ જસુ એકતા તેહ પલટે નહિ,
શુદ્ધ ગુણ પજવા વસ્તુ સત્તામયી.” પરમાત્મા સાથે આપણે એકત્વને સંબંધ ભાવિત થતાં સર્વ સુખની ખાણુરૂપ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે.
પરમ નિધાન પ્રગટ મુખ આગળ” પરમાનંદનું પરમ નિધાન આપણે પિતાની અંદર જ રહેલું છે, તે પરમાત્માની ભાવભક્તિ દ્વારા અનુભવાય છે. મનુષ્યના સ્તર ઉપર વિચાર કરતાં દરેક ચીજની અછત દેખાય છે. પરમાત્માના સ્તર ઉપર વિચાર કરતાં અનંતની ઉપસ્થિતિ છે. On human plane, there is Scarcity of every thing, On Divine plane, there is Infinite supply માત્ર ખ્યાલ એટલો જ રાખવાનો છે કે કલ૫વૃક્ષ પાસે કાકડી ન માગી શકાય. અનંત આનંદ, અવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org