________________
૭૧
મનવાંછિત પૂર્ણ કરનાર, ચિંતામણિ અને કલ્પવૃક્ષ કરતાં અધિક પ્રભાવશાળી સિદ્ધચક્ર ભગવાનની સેવા કરે. તેમની સેવાથી આ લોક અને પરલોકમાં સર્વત્ર કાર્યસિદ્ધિ થાય છે. “દુઃખ દેહગ સવિ ઉપશમેજી, પગ પગ પામે ઋદ્ધિ રસાલ રે, એ નવપદ આરાધતાંજી, જિમ જગ કુંવર શ્રીપાલ રે.”
આ સિદ્ધચક ભગવંતના પ્રભાવથી સર્વ દુ:ખ અને દર્ભાગ્ય નાશ પામે છે, સર્વ ચિંતાઓ ચૂર્ણ થઈ જાય છે, સર્વ ભય, શેક અને ઉપાધિથી મુક્ત બની જવાય છે, સુખ, શાન્તિ, આનંદ અને નિર્ભયતા પ્રાપ્ત થાય છે, આમાના પૂર્ણ શુદ્ધ જૈતન્યને અનુભવ અને પ્રાપ્તિ થાય છે. “હે ભવ્ય આત્માઓ ! જે રીતે શ્રીપાલ મહારાજાએ નવપદમય સિદ્ધચકનું આરાધન કર્યું, તે રીતે તમે પણ આરાધના કરે. તેના પ્રભાવથી તમે મોક્ષ પર્વતની સર્વ સંપત્તિઓ, સિદ્ધિઓ, લક્ષમીએ અને શક્તિને પ્રાપ્ત કરશે.” પ્રેમે સયલ પૂછે પર્ષદાજી, તે કુણ કુંવર શ્રીપાલ રે;
તે વખતે વિદ્યાધર મુનિરાજ શ્રીપાલકુંવરનું વૃત્તાંત કહી સંભળાવે છે. અને છેલ્લે કહે છે - “તે તુમ પુણ્ય ઈહાં આવીયજી, ઉઘાડ્યાં ચિત્ય દુવાર રે, તેહ સુણીને નૃપ હરખિયે, હરખે સવિ પરિવાર રે.”
તમારા પુણ્યદયથી તે જ શ્રીપાલકુવર અહીં પધાર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org