________________
-
૭૦
કાર્યની સિદ્ધિ થઈ ગઈ. સ્તવન બેલતાં શ્રીપાલ મહારાજા પરમાત્માના ધ્યાનમાં લીન બની ગયા. શ્રીપાલ મહારાજા પૂજા કરીને પવિત્ર બની જિનપ્રાસાદની બહાર આવે છે. રંગમંડપમાં રાજા, રાજપુત્રી અને નગરજને રાહ જોઈ રહ્યાં છે. રાજાએ પ્રણામ કર્યા અને કહે છે: “હે દિવ્યપુરુષ! આપના પ્રભાવથી જિનમંદિરના દ્વાર ખૂલ્યાં તે મહાન આશ્ચર્ય બન્યું છે. આ૫ કઈ મહાન પુરુષ દેખાઓ છે. આપના કુળ, જાતિ, વંશ વગેરે જણાવવા કૃપા કરો.”||
તે વખતે શ્રીપાલકુંવર નીતિનું વચન વિચારે છે. ન કહે ઉત્તમ નામ તે આપણું જી, નવિ કરે આપ વખાણ રે, ઉત્તર ન દીધે તેણે રાયનજી, કુંવર ભયેલ ગુણ ખાણ રે.
ઉત્તમ પુરુષે પિતાનું નામ પિતાના મુખે કદી બોલતા નથી. પિતાના વખાણ પોતાની જાતે કદી કરતાં નથી” ગુણના ભંડાર શ્રીપાલકુંવર મૌન સેવે છે. કંઈ બેલતાં નથી. તે વખતે એક વિદ્યાધર મુનિરાજ પ્રભુ દર્શન કરવા પધાર્યા. પ્રભુનું દર્શન-સ્તવન કરી મંદિરની બહાર રંગમંડપમાં પધાર્યા. દેવરચિત ઉત્તમ સિંહાસન ઉપર બેસીને વિદ્યાધર મુનિરાજ મધુર વનિથી દેશના ( પ્રવચન) આપવા લાગ્યા. નવપદ મહિમા તિહાં વર્ણવેજી, સેવે ભવિક સિદ્ધચક રે; ઈહિભવ પરભવ લહિએ એહથીજી, લીલા લહેર અથક્કરે.
દેશનામાં નવપદના મહિમાનું વર્ણન કરે છે. “હે 0 ભવ્ય જીવો! તમે સકલ મંત્રતંત્રમંત્રાધિરાજરાજેશ્વર સકલ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org