________________
-
-
-
- -
--
રાજાને વધામણી આપવામાં આવી. “આજનો દિવસ સફળ થઈ ગયો છે. દેવીનો દીધેલો વર આવી પહોંચ્યા છે. ગભારાના દ્વાર ખૂલી ગયા છે. તે વખતે રાજા, રાજકુમારી અને આખા નગરને પરિવાર ભગવાનના મંદિરે દર્શન કરવા આવે છે.
તે વખતે શ્રીપાલકુંવરે ભગવાનનો અભિષેક કર્યો છે. કેસર, ચંદન અને પુષ્પથી પૂજા કરી રહ્યા છે. હર્ષોલ્લાસથી અત્યંત ભાવપૂર્વક પૂજા કરતા શ્રીપાલ મહારાજાને, દર્શન કરવા આવેલા રાજા, રાજકુમારી અને નગરજનોએ દીઠા.
શ્રીપાલ મહારાજા પૂજા કરતાં જાણે પિતાનું સર્વસ્વ પ્રભુને સમર્પિત કરતા હોય તેવા ભાવથી ભાવિત છે. આપણે પણ પરમાત્માની પૂજા કરતી વખતે તેવા ભાવથી ભાવિત બની શકીએ છીએ. પુષ્પ પૂજા કરતાં એક સુંદર અખંડ પુષ્પ બન્ને હાથ વડે લઈ ભાવના કરીએઃ “હે કરૂણાનિધાન પરમાત્મા! આ પુષ્પ મારા હૃદયના ભાવનું પ્રતીક છે. આ ફૂલ નથી, પરંતુ મારું સર્વસ્વ છે. આ પુષ્પરૂપી પ્રતીક દ્વારા મારું સર્વસ્વ હું આપના ચરણમાં સમર્પિત કરું છું.” આવા ભાવથી ભાવિત બની પુષ્પ પ્રભુ ચરણે સમર્પિત કરીશું ત્યારે કોઈ અલૌકિક ભાવ આવશે. કેસરની પૂજા કરતી વખતે આ કેસરરૂપી માધ્યમ દ્વારા આ જીવનમાં આપણને જે કાંઈ મળ્યું છે તે પ્રભુ ચરણમાં સમર્પિત કરવાનું છે.
જે આંગળીથી આપણે કેસરથી પૂજા કરીએ છીએ, તે ML આંગળીના ટેરવા ઉપર સંકલ્પ કરીને-“આ જીવનમાં મને
-
-
-
---
-------
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org