________________
ચારે ગતિમાં હે પ્રભુ! હું રઝળે છું. માટે હે મારા પ્રભુ! હવે હું કદી આવા ધવલ શેઠના પક્ષમાં નહીં બેસું. આજ તો હવે શ્રીપાલ અને મયણુને મારા હૃદયમાં પધરાવીશ. શ્રીપાલની જેમ એક ક્ષણ પણ પ્રભુ! હવે તમને નહીં ભૂલું. ક્ષણે ક્ષણે તમારું સ્મરણ કરીશ. તમારું જ ધ્યાન કરીશ. તમારી આજ્ઞાને મારું જીવન બનાવીશ.”
શુભવીર પ્રભુને ધ્યાન, સંતે શિવ સુંદરી રે,
સંતેષને જીવનમાં ધારણ કરીને હે કરૂણાસાગર પ્રભુ ! તમારા ધ્યાન દ્વારા મુક્તિને મેળવીશ. આ છે શ્રીપાલને પક્ષ.
આપણે હવે સદા માટે ધવલના પાત્રને આપણું જીવનમાં ઉદયમાં નહીં આવવા દઈએ. શ્રીપાલને જ મહત્તવ આપીશું.
શ્રીપાલ મહારાજ હૃદયમાં પરમાત્માને ધારણ કરતા ઘેડા ઉપર બેસી પર્વત ઉપર પહોંચી ગયા. શ્રીપાલ મહારાજાને આજે પ્રભુનું દર્શન થશે જ તેવી પૂરી શ્રદ્ધા છે. તેમણે સ્નાન કર્યું, પૂજાની સામગ્રી લઈ શ્રી ઋષભદેવ ભગવાનના મંદિરમાં આનંદપૂર્વક પ્રવેશ કર્યો. ત્યાં શું બન્યું? કુંવર ગભારે નજરે દેખતાં, બેહુ ઉઘડીયાં બાર રે; દેવ કુસુમ વરસે તિહાંજી, હો જય જયકાર રે.
કુંવર ગભારે નજરે દેખતાં જી. જેવી શ્રીપાલ કુંવરની નજર ગભારાના દ્વાર ઉપર પડી કે તરત જ બને દ્વાર ખૂલી ગયા, જય જયકાર થઈ ગયે.
યુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org