________________
હે દિવ્ય પુરુષ ! આ રત્નસંચયા નગરીને જિનદેવ નામના શ્રાવકનો પુત્ર જિનદાસ છું. આપ મહાન દિવ્ય પુરૂષ છે !
પૂજ્ય પધારે દેહરે, જુહાર જગદીશ” પર માત્માના મંદિરે આપ દર્શન કરવા પધારે.
તે સમયે શ્રીપાલ મહારાજા ધવલશેઠને બોલાવીને કહે છેઃ “ચાલ શેઠ, આપણે પરમાત્માના મંદિરે દર્શન કરવા જઇએ.”
તે વખતે ધવલશેઠ કહે છે : શેઠ કહે જિનવર નમે, નવરા તમે નિચિંત; વિણ ઉપરાજે જેહનીપહોંચે મનની અંત. અમને જમવાને નહીં, ઘડી એક પરવાર, સીરામણ વાળુ જિમણું, કરિયે એક જ વાર.
ધવલ શેઠ કહે છે, તમે નવરા અને નિશ્ચિત છે. અમારે તે જમવાની પણ ફુરસદ નથી. સવાર, બપોર અને સાંજે જમવાનું પણ એકજ વખતમાં પતાવવું પડે છે. તમે નવરા બેઠા દર્શન કર્યા કરો.
ધવલ શેઠની વાત સાંભળીને આપણને હસવું આવે છે, પરંતુ આપણા અંદર પણ ધવલ શેઠ બેઠેલો છે. તેને કાઢવા માટે ધવલનું પાત્ર ઉપયોગી છે. જેનદર્શનના કથા
-
-
- - - - -
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org