________________
હૃદયમાં સ્થિર કરવા અને તે દ્વારા થતા વિશિષ્ટ અનુભોને જીવનમાં અનુભવવા ઉપદેશ આપેલ છે. ઉપરનાં શાસ્ત્રવચને સાક્ષી પૂરે છે કે ભગવાન આપણા હૃદયમાં પ્રવેશે છે, આપણી સાથે મધુર વાર્તાલાપ કરે છે, આખા શરીરમાં વ્યાપી જાય છે, આ અમૃત અનુભવ કરાવે તે જ માનવજીવનનું લક્ષ્ય છે.
દ્રોણાચાર્યે પાંડવો અને કૌરવોને પરીક્ષા લેવા માટે બોલાવ્યા, ઝાડ ઉપરની પૂતળીની ડાબી આંખ વીંધવાની હતી. એક પછી એક બધાને પૂછ્યું : “તમને શું દેખાય છે? બધું જ દેખાય છે.' તેમ દરેક કહ્યું. છેલ્લે અજુનને પૂછયું ત્યારે કહ્યું : “લક્ષ્ય સિવાય કંઈપણ દેખાતું નથી.” ગુરુએ આજ્ઞા કરી અને અને લક્ષ્ય વધ્યું અર્થાત્ જયાં સુધી લક્ષ્ય (પરમાત્મા) સિવાય બીજું બધું જ દેખાતું બંધ ન થાય, ત્યાં સુધી પરમાત્મા મળતા નથી. બીજા બધામાંથી વૃત્તિઓ નીકળી ન જાય, ત્યાં સુધી પરમાત્માનાં દર્શન થતાં નથી દર્શનની સાચી લગની, પરમાત્માના મિલનની તીવ્ર ઝંખના અને તેના માટે જ સર્વ પ્રયત્ન થાય ત્યારે પરમાત્મા મળ્યા સિવાય રહેતા નથી. પેલો પરદેશી માણસ રત્નાદ્વીપના કિનારા ઉપર તંબુમાં સુર્વણના હિંડોળાખાટ ઉપર બેઠેલા શ્રીપાલ મહારાજાને આ હકીકત કહી રહ્યો છે. ઓગણત્રીસ દિવસ પૂરા થઈ ગયા. અનેક
માણસે દર્શન કરવા આવી ગયા. પરંતુ હજી ગભારાના ll દ્વાર ખુલ્યા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org