________________
-
મેં તે પ્રેમ દીવાની;
મેરા દર્દ ન જાને કોઈ આવી તીવ્ર ઝંખના પરમાત્માના દર્શન માટે થાય છે ! ત્યારે મહાપુરુષો કહે છે કે–
“સાત રાજ અળગા જઈ બેઠા; પણ ભગતે અમ અમ મન માં પેઠા.”
ઉ. યશોવિજયજી મ. જ્યારે હૃદયમાં સાચી ભક્તિ ઉત્પન્ન થાય છે, ત્યારે | પસ્માત્મા ત્યાં હાજર જ હોય છે.
નામ ગ્રહે આવી મિલે, મન ભીતર ભગવાન મંત્રબળે જેમ દેવતા, વહાલો કીધે આહવાન.
જેમ કોઈ મંત્ર–દેવતાનું આહવાન કરવાથી મંત્રદેવતાને હાજર થવું પડે છે, તેમ પ્રભુના નામરૂપ મંત્રનું
મરણ કરવાથી પરમાત્મા આપણા મનમંદિરમાં મળવા માટે આવે છે.
નામ અને નામીનો કથંચિત્ અભેદ સંબંધ છે. “લાડુ શબ્દ બોલવાથી તેનો દેખાવ. સ્વાદ, બધું નજર સમક્ષ આવે છે. રસગુલ્લાં” શબ્દ બોલીએ છીએ ત્યારે કેટલાક રસલુપી માણસોને મોઢામાં પાણી આવે છે. તે બતાવે છે કે વસ્તુના નામને વસ્તુ સાથે સીધો સંબંધ છે. તેવી રીતે “અરિહંત એવા નામને સાક્ષાત્ અરિહંત પરમાત્મા સાથે સીધો સંબંધ છે. માટે કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org