________________
શ્રી ભાચારપદે.
भंगुल्यग्रेण यजतं यअसं मेरुलंघने । संख्याहीनं च यजतं तत्प्रायोज्यफलं भवेत् ॥ १६ ॥
ભાવાર્થ-આંગળીના અગ્રભાગ ગણીને જે જાપ કરાય અથવા નવકારવાળીના મેરનું ઉલ્લંઘન કરીને જે જાપ થાય અને ઉપયોગ શૂન્યપણે સંખ્યાહીન જે જાપ કરાય તે પ્રાય: અપક્ષને આપનાર થાય છે. ૧૯ જેથી
जपो भवेत् विधोत्कृष्टमध्यमाघममेदतः । पमादिविधिना मुख्योऽपरः स्याअपमालया ॥२०॥
ભાવાર્થ–શાસ્ત્રમાં ઉત્તમ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારે જાપ કહે છે. તેમાં હદયકમળ વિગેરેની બતાવેલ વિધિપ્રમાણે પંચપરમેઠીને જે જાપ કરાય તે મુખ્ય છે અને જપમાળાવડે કરાય તે મધ્યમ છે. ૨૦
विना मौनं विना संख्यां विना चेतोनिरोधनम् । विना स्थानं विना ध्यानं जघन्यो जायते जपः ॥ २१ ॥
ભાવાર્થ–મૌન રાખ્યા વિના, સંખ્યાનું લક્ષ રાખ્યા વગર અને ચિત્તને નિષેધ કર્યા વગર ( એકાગ્રચિત્ત વગર) પદ્માસન વગેરે આસન લગાવ્યા વગર અને ધ્યાન લગાવ્યા વિના ( ધ્યેયપ્રભુમાં લયલીન થયા વગર ) નો જાપ જઘન્ય છે . ૨૧
વિશેષાથ–શાસ્ત્રમાં કમળ બંધ કરી નવકારમંત્ર ગણવા કહેલ છે. અષ્ટલ કમલની કલ્પના હૃદયને વિષે કરે તેમાં વચલી કર્ણકા ઉપર નમો અરિtro પદ સ્થાપન કરે (ધ્યાય ) પૂર્વાદિ ચાર દિશામાં તો સિરા, नमा आयरिआणं, नमो उबझायाणं, नमो लोए सब्यसाहूणं से પદ સ્થાપે [ ધ્યાય ] અને ચાર ચૂલિકાના પદે નવકારમંત્રના પાછળના ચાર પદો ચાર કાણુ વિદિશામાં સ્થાપીને ગણે [ ધ્યાય] એમ ધ્યાન કરે, તે કમળ ધ જાપ કહેવાય છે. પઢાદિક આસનો પણ જાપ કરવા માટે શાસ્ત્રમાં બતાવેલ છે. તે માટે યોગશાસ્ત્ર, જ્ઞાનાર્ણવ અને નવકારમંત્ર કલ્પમહોદધિ વગેરે માં જાપ, ધ્યાન વગેરે વિશેષ વર્ણન તેના આસને, મંત્ર, ફળ સિદ્ધિ વગેરે બનાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org