________________
જ દિવસે વિજયપુર નગરમાં પદ્મરાજાને ત્યાં પ્રભુએ પરમાન્સથી પારણું કર્યું. પંચ દિવ્યો પ્રગટ થયા. વીસ વર્ષ સુધી છદ્મસ્થપણામાં વિચરી પ્રભુએ વિવિધ સાધના કરી પુનઃ અયોધ્યા નગરીમાં સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. પ્રિયંગુ વૃક્ષની નીચે ક્ષપકશ્રેણીમાં આરૂઢ બની ચૈત્ર શુક્લ એકાદશીના દિવસે મઘા નક્ષત્રમાં છઠ્ઠ તપના તપસ્વી પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ સમવસરણની રચના કરી.
પ્રભુએ સંસારના સંબંધોની આસક્તિની વિરૂપતા ઉપર વૈરાગ્યપ્રેરક દેશના આપી પ્રભુની દેશના સાંભળી ચમર વિગેરે સો રાજકુમારો અને અનેક નરનારીઓએ દીક્ષા અંગીકાર કરી પ્રભુએ સો રાજકુમારોને ગણધર પદે સ્થાપ્યા. સુમતિનાથ પ્રભુના શાસનમાં ગરૂડના વાહનવાળાતુંબરૂ નામ અધિષ્ઠાયકયક્ષ અને પદ્મના આસનેસ્થિત મહાકાળીનામું શાસનદેવીથઈ.
સુમતિનાથ પ્રભુના ૩, ૨૦000 સાધુભગવંતો ૫,૩0000 સાધ્વીજીમહારાજ
૨૪00 ચૌદપૂર્વમુનિઓ ૧૧૦OO અવધિજ્ઞાનીમુનિઓ ૧૦૪૫૦ મન:પર્યવજ્ઞાનીમુનિઓ ૧૩000 કેવલજ્ઞાનીમુનિઓ ૧૮૪00 વૈક્રિયલબ્ધિધારી ૧૦૪૫૦ વાદલબ્ધિધારી મુનિઓ
Jain Education International
O For Private & Personal Use Only
www.jainelibrary.org