________________
મહારાજા મેઘ અને મહારાણી મંગલા સમક્ષ જટિલ પ્રશ્ન...
બંને શોક્ય સ્ત્રીઓ – પુત્ર માટે દાવો કરી રહી છે...!
બંને સ્ત્રીઓની આકૃતિ પણ સમાન હતી પુત્ર પણ બંને સ્ત્રીઓની આકૃતિને મળતો આવતો હતો...!મધ્યાહ્નનો સમય થઈ ગયો ! મહારાજા નિર્ણય કરી શક્યા નહીં...!
મહારાણી મંગળાદેવીને આ સમાચાર મળતા જ બંને સ્ત્રીઓને બોલાવીને કહ્યું..! તમે એક કામ કરો મારા ગર્ભમાં રહેલા ત્રિભુવન પતિ તીર્થંકર પરમાત્માનો જન્મ થયા બાદ એ પ્રભુ જ આ વિવાદનો નિર્ણય કરશે ત્યાં સુધી પુત્રને તમે અમારી પાસે રાખો જે અપરમાતા હતી તેણે તો આ વાતનો સ્વીકાર કરી લીધો પણ જન્મદાત્રી માતા તો પુત્રના વિયોગને ક્યાંથી સહન કરી શકે ! તરત જ તેણે મહારાણીને કહ્યું.
Jain Education International
For Private & Perseuse Only
www.jainelibrary.org