________________
ગયા! સાક્ષાત્ કાલચક્રન હોય તેવું એ ભીષણચક્ર બાહુબલીસનુખ જવા લાગ્યું!
સૌધર્મેન્દ્ર મહારાજાની સન્મુખ કરેલી પ્રતિજ્ઞાનો ભરત દ્વારા ભંગ નિહાળી બાહુબલીપણ ક્રોધિત થઈ ગયા!
પણ.... આ શું! અતિ આશ્ચર્ય! ચક્રવર્તીનું ચક્રરત્ન બાહુબલીને ત્રણ પ્રદક્ષિણા આપી પુનઃ ભરતેશ્વર પાસે આવી ગયું ! ચક્રવર્તીનું ચક્રરત્ન એક ગોત્રવાળા માનવી ઉપરનચાલે આ તો પોતાનાલઘુબંધુ છે ! ચક્રરત્નએના ઉપર કશી અસરન કરી શકે ! આવી સામાન્ય વાતની પણ ભરત મહારાજાને આવેશમાં વિસ્મૃતિ થઈ ગઈ ! ચરમશરીરી મહાબલી બાહુબલીને પ્રદક્ષિણા આપી ચક્રરત્ન પુનઃ સ્વસ્થાને આવી ગયું!
ભરત રાજા તો પોતાના અકૃત્યથી ક્ષોભ પામી ગયા છે ! પણ હવે બાહુબલી શું ઝાલ્યા રહે! બાહુબલીએ ભરતને મારવા માટે પોતાની વજ જેવી મુષ્ટિઉગામી....! ક્ષણવારમાં શું થઈ જશે ! એ કલ્પનાથીદેવો મનુષ્યો સૌ સ્થિર બની જાય છે ! હજારો નયનો એકીટશે આ દશ્ય નિહાળી રહ્યા છે ! પણ જ્યાં ભારતની નજીક આવે છે ત્યાં બાહુબલીનું મન આંદોલિત થઈ જાય છે.
ઓહ! હું કોણ છું? પ્રભુ ઋષભદેવનો પુત્ર! જે પિતાએ આ સર્વઋદ્ધિ-સિદ્ધિ નો ત્યાગ કર્યો ! અરે ! મારા નાનાઅઠ્ઠાણું ભાઈઓએ પણ સાપ કાંચળી ઉતારે તેમઆ સંસારનો ત્યાગ કરી દીધો ! અને હુ મૂઢ આ રાજઋદ્ધિમાં લુબ્ધ બની પિતાતુલ્ય વડીલબંધુનો સંહાર કરવા ઈચ્છું છુ! ધિક્કાર છે મને ! ધિક્કાર છે આ સંસારને! મારે પણ મારા પિતાને માર્ગજજવું એ શ્રેયસ્કર છે.
ત્યાં ને ત્યાં જ બાહુબલિએ એ જ મુષ્ટિ દ્વારા પોતાના સુશોભિત કેશપાશનો લોચ
Jain Education International
For Privato
ersonal Use Only
www.jainelibrary.org