________________
“મહાવીરો ! તમારે અરસપરસ જ વૈર છે ને ! તમે બંને વંદ્વયુદ્ધ કરો ! નિર્દોષ સૈનિકોનો જે સંહારથાયછે તેતો બંધ થાય! ઈદ્ર મહારાજાનીવાતનો બંને ભાઈઓએ સ્વીકાર કર્યો સ્વયં ઈંદ્ર મહારાજાએ દષ્ટિયુદ્ધ, વાગ્યુદ્ધ, બાહુયુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધઆ પાંચ યુદ્ધો બતાવ્યાઅને બંને ભાઈઓએ આ શરતનો સ્વીકાર કર્યો...! | ઉભય પક્ષે સૈન્ય શાંત થઈ ગયું ! શૂરવીર સેનાપતિઓ પણ શસ્ત્ર-અસ્ત્ર ઉતારી પોતાના સ્વામિનાથ નું પરાક્રમ નિહાળવા તલસી રહ્યા આકાશ માર્ગે પસાર થતા દેવો પણ પ્રભુ ઋષભદેવનાબંને બળવાનપુત્રોનું યુદ્ધચાતક નજરે નિહાળી રહ્યા. સૌ પ્રથમદષ્ટિ યુદ્ધનો પ્રારંભથયો!
ધ્યાનસ્થ યોગીઓની જેમ દીર્ઘકાલ સુધી બંને ભાઈઓ નિશ્ચલ નેત્ર રાખી સ્થિર રહ્યા...! અંતે ભરત મહારાજાના નેત્રોઝૂકી ગયા...!
બાહુબલીનો જયજયકાર થઈ ગયો ! ત્યારપછીના ચારેય યુદ્ધોમાં મહાબલી બાહુબલીએલીલા માત્રમાં પોતાનાયેષ્ઠબંધુ ભરત મહારાજાનું અભિમાનચૂર કરી નાખ્યું....!
બાહુબલિનાસૈન્યમાં હર્ષોલ્લાસ છવાઈગયો ! ચક્રવર્તીનું સૈન્ય અવાફબની ગયું ! સાઈઠ હજાર વર્ષ સુધી છ એ ખંડોમાં વિચરીને અનેક સંગ્રામોમાં વિજયપતાકા મેળવીને આવેલુંછ એ ખંડનું આધિપત્ય હાથવેંતમાં ચાલ્યું જાય... તે વિચારમાત્રથી જભરત મહારાજા રોપાયમાન થઈગયા!
પાંચે યુદ્ધમાં થયેલો પોતાનો ઘોર પરાજય સહન ન કરી શક્યા....! ઈંદ્ર મહારાજાની આણને પણ વિચારીને પોતાની પાસે રહેલું ચક્રરત્ન બાહુબલી ઉપર છોડ્યું. ! આ નિહાળી ઈંદ્રાદિ દેવતાઓ અને બંને પક્ષના મહાવીરો પણ સ્તબ્ધ બની
Jain Education International
For Private & pede
Use Only
www.jainelibrary.org