________________
જ્યાં તક્ષશિલા નગરીની રાજસભામાં ભરત મહારાજાના સંદેશનું વાંચન થયું મહારાજા બાહુબલિ હજી વિચારે તે પહેલા તો બહલિ દેશના બળવાન નગરજનોયોદ્ધાઓ રોષાયમાન થઈ ગયા ! અમારા માથે ત્રણ જગતના નાથ ઋષભદેવસિવાય બીજા કોઈ સ્વામિજ નથી તક્ષશિલા ના નગરજનો રાજા બાહુબલિ પ્રત્યે અનહદ ભક્તિવાળા હતા પ્રત્યેક દેશવાસીઓ પોતાના સ્વામિ માટે મસ્તક આપવા હરઘડી તૈયાર હતા.સુવેગરાજદૂતપણ ત્યાંનું વાતાવરણનિહાળી આશ્ચર્યચકિત બની ગયો!
બાહુબલીએ સુવેગનું સન્માન તો કર્યું પણ બહલી દેશના મંત્રીશ્વરોએ મહારાજા ભરતે મોકલેલા સંદેશનો અસ્વીકારકરતો ઉત્તર પણ આપીદીધો !
પરિણામ સ્પષ્ટ જ હતું. બંને પક્ષે યુદ્ધની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ ! ભરત મહારાજાએવિશાળસેના સાથે તક્ષશિલાતરફ પ્રયાણ આદર્યું!
તો બાહુબલીજીપણ એમનું સ્વાગત કરવાતૈયારજ હતા! આ અવસર્પિણીના સૌ પ્રથમભીષણ સંગ્રામનો આરંભ થઈ ચૂક્યો ! બંને ભાઈઓ સમોવડિયા હતા બંને બળવાન હતા સહેલાઈથી કોઈની હાર-જીત થાય એ અસંભવિત હતું.
બાર બાર વર્ષ સુધી બંને સેનાઓનો મહાસંગ્રામચાલ્યો ! અનેક નરવીરો આ યુદ્ધમાં સ્વર્ગની વાટે સંચરી ગયા મનુષ્યો તો શું પણ સૌધર્મેન્દ્ર આદિ દેવો પણ આ ભીષણ સંગ્રામથી સ્તબ્ધ બની ગયા. આ નરસંહારને અટકાવવા સ્વયં સૌધર્મેન્દ્ર મહારાજા યુદ્ધભૂમિમાં આવી ભરત અને બાહુબલીને યુદ્ધ સ્થગિત કરવા સમજાવે છે. એકને ચક્રવર્તીપણાની મહત્વાકાંક્ષા હતી. તો બીજાને અન્યાયનો પ્રતિકાર કરવાની ધૂન લાગી હતી ! બંને ભાઈઓ પોતાની વાતમાં મક્કમ રહેલા છે. અંતે ઈંદ્ર મહારાજાએ એક નવો ઉપાય બતાવ્યો!
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org