________________
માનવીને તેની સાથે યુદ્ધ કરવું ! પ્રભુ ! આપ જ ઉપાય બતાવો!
‘‘પુણ્યશાળીઓ! યુદ્ધ તો આંતરિક શત્રુઓની સામે કરવું જોઈએ. રાગ, દ્વેષ, મોહ અને કષાય આ ચાર આંતરિક શત્રુઓના આધિપત્ય ની નીચે અનાદિકાળથી આત્મા સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરે છે રાગ એ સદ્ગતિ જવામાં લોહ શૃંખલા સમાન બંધન છે. વૈષ એ નરકગતિનો રાજમાર્ગછે. મોહસંસારરૂપી સમુદ્રમાં વારંવાર ડુબાડે છે કષાયો અગ્નિની જેમ પોતાના આશ્રિતોનું જ દહન કરે છે વિવેકી આત્માઓએ તો આ ચારેય નો ત્યાગ કરી અમંદ આનંદ પ્રાપ્તિ અર્થે સંયમરૂપીલક્ષ્મી માટેજ સંઘર્ષ કરવો હિતાવહ છે.
રાજ્યરૂપીલક્ષ્મી તો તૃષ્ણાની જ વૃધ્ધિ કરે છે. ! પ્રભુની નિર્વેદનીતરતીવાણીથી અઠ્ઠાણું ભાઈઓ જાગૃત બની ગયા...! આવ્યા હતા એક ભવની સમસ્યા સમાધાન માટે પરંતુ પ્રભુએ તો ભવોભવની સમસ્યાનું સુંદર સમાધાન આપી દીધું..! તે જ સમયે અઠ્ઠાણું ભાઈઓએ પ્રભુ પાસેજ સર્વવિરતિનો સ્વીકાર કર્યો ! રાજવી ભરતને આ સમાચાર મળ્યા ત્યારે પોતાના લઘુબંધુઓનાઅદ્ભુત પરાક્રમને બિરદાવે છે અને સ્વયંના આત્માની નિંદા કરે છે. ! અઠ્ઠાણું ભાઈઓનારાજ્યનું આધિપત્ય આપોઆપ ભરતના હાથમાં આવી ગયું. !
પણ હજી બળવાનબંધુ બાહુબલી ચક્રવર્તીનાતાજના માર્ગમાં અવરોધ સમાન છે. ! જ્યાં સુધી બાહુબલીની આણા બહલી દેશમાં ફરકી રહી છે ત્યાં સુધી ચક્રવર્તી શી રીતીએ કહેવાય!
સ્વયંભરત મહારાજા પણ બાહુબલીનાબળથી જ્ઞાત હતા...!તેથી જ દૂતકળામાં કુશળ સર્વશ્રેષ્ઠસુવેગ નામે રાજદૂતને સંદેશો આપીબાહુબલીજી પાસે મોકલ્યા!
Jain Education International
For Private &
P
al Use Only
www.jainelibrary.org