________________
પરમાત્માએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી...! આ અવસર્પિણીમાં પ્રભુ શાસનનો સૌ પ્રથમપ્રારંભ થયો ! પ્રભુએ ઋષભસેન (પુંડરીકસ્વામિ) વિગેરે ૮૪ રાજકુમારોને ગણધર પદે સ્થાપ્યા...! ભરત મહારાજા આદિ શ્રાવકો અને સુંદરી આદિશ્રાવિકાનીસ્થાપનાપ્રભુએકરી.
ઋષભદેવ પ્રભુના શાસનના અધિષ્ઠાયક ગોમુખ નામે યક્ષ અને શાસન અધિષ્ઠાયિકા ચક્રેશ્વરીનામે શાસનદેવીથઈ!
પ્રથમતીર્થપતિ ઋષભદેવસ્વામિજગતના જીવોનું કલ્યાણ કરતા અપ્રમત્તપણે વિચરી રહ્યા છે . ભરત મહારાજાએ પુનઃ વિનીતા નગરીમાં આવી આયુધશાળામાં ચક્રરત્નનીપૂજા કરી છએ ખંડનાદિગ્વિજયનો પ્રારંભકર્યો...!
ભરત મહારાજાને જેના ઉપર અથાગ રાગ છે જેને પોતાની પ્રાણપ્રિયા પટ્ટરાણી બનાવવાનીઈચ્છાછેતે અતિસ્વરૂપવાન સુંદરીને પણ પોતાનીબહેન બ્રાહ્મીનીજેમ સંયમગ્રહણની જ અતિ ઝંખના છે. ! ભરત મહારાજા તરફથી અનુમતિ નહીં મળવાથી સંસારમાં વિરક્તભાવે સુંદરી રહેલી છે પ્રતિદિન આયંબિલ તપની આરાધના કરી રહી છે ! ૬૦ હજાર વર્ષ સુધી લગાતાર સુંદરીએ આયંબિલ તપની સાધના કરી છે ! પરિણામે સુંદરીની ચંપકવરણી કાયા શુષ્ક બની ગઈ છે...! સંસારની સર્વશ્રેષ્ઠ કન્યા સુંદરીનો યૌવનવંતો ધબકતો દેહ અત્યારે નિસ્તેજ બની ગયેલોછે.!
pd2
૬૦ હજાર વર્ષ સુધી દિગ્વિજય કરીને ભરત મહારાજા પુનઃ વિનિતા નગરીમાં આવ્યા ત્યારે પોતાની પ્રાણ વલ્લભા સુંદરીની આ સ્થિતિ નિહાળી સમસમી
ઉઠ્યા..!
Jain Education International
૩૮
For Private & Personal Use Only
www.jainelibrary.org