________________
ગજરાજની અંબાડી ઉપર મરૂદેવા માતાને બેસાડ્યા ભરત મહારાજા મરૂદેવા માતાની સાથે બેસી સમવસરણ ભૂમિ તરફ આગળ વધ્યા...! દૂરથી દેવની દુદુભિઓનો નાદ સાંભળી મરૂદેવા માતા નું હૈયું પુલકિત બન્યું. હર્ષના આવેશથી એમની આંખોમાંથી આનંદના અશ્રુઓની ધારા વહેવા લાગી..! એ હર્ષના અશ્રુઓનીધારાથીનેત્ર આડેબાઝેલા૫ડલદૂર થઈ ગયા...!
દૂરથી પ્રભુના દર્શન થયા ! દિવ્ય સમવસરણના દર્શન થયા ! મરૂદેવા માતા તચ્ચિત્ત, તન્મય બની ગયા...! તત્કાળ ક્ષપકશ્રેણિ માંડી ઘાતિકર્મોનો નાશ કરી કેવલજ્ઞાન પામી તે જ સમયે આયુષ્યનો પણ ક્ષય થવાથી મરૂદેવા માતા તે જ સ્થાને નિર્વાણ પામ્યા...!
સહસાકાર બની ગયેલા અભુત બનાવથી ભરત મહારાજા પણ અતિ આશ્ચર્યાન્વિત બન્યા...!ભરત મહારાજાએ સમવસરણમાં પ્રવેશ કર્યો ! પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી યથાસ્થાને ભરત મહારાજા બેઠા પરમાત્માનીમધુર દેશનાનો પ્રારંભ થઈ ગયો!
પ્રથમતીર્થપતિ ઋષભદેવ પરમાત્માએ એકાંતે શિવસુખના ભોક્તા બનાવનાર સમ્યગદર્શન પદ વિષયક તાત્વિક, બોધક દેશના.. આપી ચતુર્ગતિ રૂપ સંસારની અંદર પરિભ્રમણ કરતા આત્માઓને સંસાર સાગરથી તરવાનો એકમેવ સર્વવિરતિ સ્વીકારનોજ તારક ઉપાય છે એ વિષય ઉપર પરમાત્માએભાવવાહીદેશના આપી.
પ્રભુની મધુરી દેશનાનું શ્રવણ કરતા કેટલાયે આત્માઓસમ્યગદર્શન પામ્યા...! સેંકડો આત્માઓએ દેશવિરતિનો સ્વીકાર કર્યો તો ભરત મહારાજાના પુત્ર ઋષભસેન (પુંડરીકસ્વામિ) આદિ ૫00 રાજકુમારો અને બ્રાહ્મી વિગેરેકુમારીઓએ સર્વવિરતિનોસ્વીકાર કર્યો.
૩૭ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org