________________
નિરિહતાના ભંડાર સમા પ્રભુ જનમેદનીની વચ્ચેથી તુરંત જ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા...! પ્રભુના પારણાના સ્થાનનું કોઈ ઉલ્લંઘન ન કરે તેમ સમજી શ્રેયાંસકુમારેત્યાં રત્નમયપીઠબનાવી...!પ્રભુવિહાર કરતા તક્ષશીલાનગરી તરફ પધાર્યાનગરીની બહારના ઉદ્યાનમાં પ્રભુ પ્રતિમા ધ્યાને રહ્યા છે. સંધ્યા સમયે ઉદ્યાન પાલકે તક્ષશીલા નગરીના સ્વામી બાહુબલિનરેશને પ્રભુની પધરામણીનાસમાચાર આપ્યા પ્રભુ પધાર્યાના સમાચાર મળતા જ બાહુબલિ અતિ આનંદિત બન્યા ઉદ્યાનપાલકને અઢળકપ્રિતિદાન આપ્યું.
પ્રાતઃ સમયે નગરજનો અને વિશાલ સાજન-માજન પરિવાર સાથે પ્રભુને વંદન કરવા જઈશ... પ્રભુની વાણી સાંભળીશ એમ વિચારી રાત્રિ બાહુબલીએ પ્રભુના ધ્યાનમાં જ પસાર કરી. પ્રાતઃ સમયે ચતુરંગી સેના અને નગરજનોના પરિવાર સાથે પરમાત્માને વંદન કરવા બાહુબલીજી ઉદ્યાનમાં જાય છે ત્યાં તો પરમાત્મા ત્યાંથી અન્યત્રવિહાર કરી ગયા હોય છે !
આ જાણતા જ બાહુબલી નું મુખ પ્લાન થઈ જાય છે પોતાના પ્રમાદથી પોતાની જાતને ધિક્કારે છે પ્રભુ જયાં બિરાજમાન હતા તે સ્થાનને કોઈ ઉલ્લંઘે નહી તેથી જ તે સ્થાન ઉપર રત્નમય ધર્મચક્રનું સ્થાપન કર્યું...! પરમાત્માને સંયમગ્રહણના સમયને ૧૦૦૦ વર્ષ વ્યતીત થઈ ગયા પ્રભુ વિચરતા પુરિમતાલ નગરના શકટાનન ઉદ્યાનમાંપધાર્યા...!
ફાગણ વદ (મહાવદ) અષ્ટમીનો પુણ્ય દિવસ ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રભુને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ...!
Jain Education International
For Private & Persollal Use Only
www.jainelibrary.org