________________
સૌધર્મેન્દ્ર આદિ દેવોએ પરમાત્માના કેવલજ્ઞાન કલ્યાણકની અપૂર્વ ઉજવણી કરી... દેવોએ સમવસરણની રચના કરી. . ઈંદ્ર મહારાજે પરમાત્માની ભાવવાહી સ્તુતિ કરી પ્રભુના કેવલજ્ઞાનની વધામણી આપવા ભરત મહારાજાની પાસે પુરિમતાલનગરનાઉદ્યાનનો યમકનામનો ઉદ્યાનપાલકતુરંતજ પહોંચ્યો...
“રાજન્ ! પુરિમતાલ નગરના શકટાનન ઉદ્યાનમાં ઋષભદેવ પ્રભુને કૈવલ્યજ્ઞાનનીપ્રાપ્તિ થઈછે હજી ભરત મહારાજા આ સાંભળે ત્યાં તો શમક નામનો શસ્ત્રાગારનોદૂત આવીનેભરત મહારાજનેવધામણી આપેછે.
‘રાજન્ ! આપ જય પામો. વિજય પામો.. આપનું ચક્રવર્તીપણું સુનિશ્ચિત થઈચૂક્યું છે આપની આયુધશાળામાંચક્રરત્ન ઉત્પન્ન થયું છે એ રત્નની પૂજા કરવા આપ પધારો...
એકી સાથે બે ઉત્તમ વધામણીઓ સાંભળી ભરત મહારાજા આનંદવિભોરબની ગયા...! ઓહ...! મારે પિતાજીના કેવલજ્ઞાન કલ્યાણકની ઉજવણી કરવી કે ચક્રરત્નની પૂજા કરવી...! ક્ષણવાર આ વિચાર કરી તુરંત જ પ્રભુના કેવલજ્ઞાન કલ્યાણકની ઉજવણીનો ભવનિસ્તારકવિચાર કર્યો... ભરત મહારાજા ત્યાંથી તુરંત જ પોતાના દાદીમા મરૂદેવા માતા પાસે આવે છે પોતાના પ્રાણપ્યારાપુત્ર ઋષભની પ્રવ્રજ્યા પછી સતત રૂદનથી જેમની આંખો ઉપર પડલ બાજી ગયા છે જેમની ચક્ષુની જ્યોત ચાલી ગઈછે તે મરૂદેવામાતાનેભરતમહારાજાકહેછે
માજી....! આપ પધારો...! આપના પુત્રની ઋદ્ધિ તો નિહાળો ! ત્રણે ભુવનના લોકો આપના પુત્રની સેવામાં રક્ત છે આપ તો રોજ આપના પુત્રને યાદ કરીને કલ્પાંત કરો છો.. . ! પણ હવે ત્રણ લોકના નાથની એ સમૃદ્ધિને તો આપ અંતરચક્ષુવડે કરીને નિહાળો!
((
Jain Education International
૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org