________________
પ્રભુના જન્મબાદ તુરંત જ પ૬ દિકકુમારીકાઓ એ આવી પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુનો જન્મમહોત્સવ ઉજવ્યો. સૌધર્મેન્દ્ર મહારાજાએ પણ હરિણગમણી દેવ દ્વારા સુઘોષા ઘંટનાદ કરાવી સર્વે ઈંદ્રાદિ દેવ-દેવીઓને પ્રભુનો જન્મમહોત્સવઉજવવામેરૂપર્વત ઉપરબોલાવ્યા.
મેરૂપર્વત ઉપર પ્રભુનો અદ્દભુત જન્મમહોત્સવ ઉજવી દેવો સ્વસ્થાને ગયા. ત્યારબાદનાભિકુલકરે પણ સ્વજનોને નિમંત્રી પ્રભુનો જન્મ મહોત્સવ ઉજવ્યો. ચૌદ સ્વપ્નોમાં સૌ પ્રથમઋષભનું સ્વપ્ન મરૂદેવા માતાએ નિહાળેલું તેથી પ્રભુનું નામ‘ઋષભ એ પ્રમાણે પાડ્યું. પ્રભુની સાથે જન્મેલી પુત્રીનું ‘સુમંગલા' એવું નામ પાડ્યું. ઇંદ્ર મહારાજાએ આજ્ઞા કરેલી પાંચ ધાવ માતાઓના લાલન પાલનથી અને ઈંદ્ર સંક્રમાવેલા અંગૂઠાના અમૃતપાનથી પ્રભુ દિન-પ્રતિદિન વૃદ્ધિને પામવા લાગ્યા.
મેરૂ પર્વત ઉપર ઈંદ્રાદિ દેવો દ્વારા - પ્રભુનો જન્માભિષેક મહોત્સવ
Jain Education International
'For Private & Per૨
Use Only
www.jainelibrary.org