________________
પ્રભુ એક વર્ષના થયા ત્યારે ઈંદ્ર મહારાજા પ્રભુના વંશની સ્થાપના કરવા માટે પ્રભુ પાસે આવે છે સ્વામી પાસે ખાલી હાથે શું જવાય ! એમવિચારી એક ઈક્ષયષ્ટિ (શેરડીનો સાંઠો) લઈને પ્રભુ પાસે આવે છે.
બાળ ઋષભકુમારે ઈક્ષયષ્ઠિ લેવા માટે પોતાનો હાથ પ્રસાર્યો પ્રભુને ઈશુનો અભિલાષ થયો તેથી તેમનાવંશનું નામઈક્વાકુએ પ્રમાણે પાડ્યું...!
યુગલિક કાળમાં એ પરંપરા ચાલી આવતી હતી સાથે જન્મેલા યુગલિક ભાઈબહેનનાજ અરસપરસલગ્ન થાય...! - પ્રભુના સુમંગલાની સાથે તો લગ્ન નિશ્ચિત હતા પણ તે સમયમાં એક એવો પ્રસંગ બની ગયેલ કે એક યુગલિક બાળયુગ્મ તાડવૃક્ષની નીચે ક્રીડા કરી રહ્યું હતું. અચાનક જ એ તાડવૃક્ષનું મોટું ફળ બાલક ઉપર પડતા જ એ બાળકનું ત્યાંજ મરણ થઈ ગયું ! યુગલિકમાંની બાલિકા એકલી પડી ગઈ ! યુગલિકોમાં આ પ્રકારે અપમૃત્યુ પહેલું જ થયું...! બાલિકા તેના માતા-પિતાજિવિત હતા ત્યાં સુધી તેમની પાસે રહી પણ એ બાલિકા ૫૪ દિવસની થઈ ત્યારે તેના માતાપિતા પણ મૃત્યુ પામ્યા...!નાની બાલિકાનેલોકો નાભિ કુલકર પાસે લઈ આવ્યા નાભિકુલકરે કહ્યું
ઓહ...! આ બાલિકા હવે ઋષભકુમારની સાથે જ રહેશે ઋષભ સાથે જ એના લગ્ન થશે!
તેનું નામ સુનંદા એ પ્રમાણે ઉદ્દ્યોષિત થયું પ્રભુનો યૌવન અવસ્થામાં પ્રવેશ થતાજ સુનંદા અને સુમંગલા સાથે પાણિગ્રહણમહોત્સવ ઉજવાયો.
૨ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org