________________
સુનાસી૨મંત્રીનોસુબુદ્ધિનામે મંત્રીપુત્ર સાગરદત્તસાર્થવાહનોપૂર્ણભદ્રનામે સાર્થપુત્ર,
ધનશ્રેષ્ઠિનોગુણાક૨નામે શ્રેષ્ઠિપુત્ર.
આ બધા કુમારો સમવયસ્ક હતા...! એક બીજાની મૈત્રી અદ્ભુતહતી આપાંચ કુમારોની સાથે ઈશ્વરદત્ત શેઠનો કેશવ નામનો પુત્ર પણ સંમિલિત થયો કેશવ એ સ્વયંપ્રભા નો જ અવતાર છે છ એ મિત્રોની જોડી ક્ષિતિપ્રતિષ્ઠિતપુરમાંપ્રસિદ્ધ થઈ ગયેલી. છ એ મિત્રો કોઈ પણ સત્કાર્યમાં આગેવાની લઈને એ સત્કાર્યસુંદર રીતીએ કરતાહોયછે.
એક વખત છ એ મિત્રો જીવાનંદ કુમારને ત્યાં બેઠેલા તે સમયે તપસ્વી કૃશકાય મુનિરાજ ભિક્ષા માટે પધાર્યા વૈદ્ય કલામાં કુશલ જીવાનંદકુમારે મુનિરાજની કાયા ઉપર થયેલો કૃમિરોગ પારખી લીધો. છ એ મિત્રોએ મુનિરાજની ચિકિત્સા કરવાની ઈચ્છા કરી. ચિકિત્સા માટે ગોશીર્ષ ચંદન, લક્ષપાક તૈલ, રત્નકંબલ આદિ મૂલ્યવાન ઔષધિઓ ખરીદી. ..સવા લાખ સોનૈયાની રત્નકંબલ પણ મુનિની ચિકિત્સા માટે આવશ્યકતા છે તે સમજી ભક્તિવંત શેઠે તેનું મૂલ્ય સ્વીકાર્યું નહીં..! છ એ મિત્રો ઔષધિઓ લઈને ઉદ્યાનમાં ગુણાકર મુનિ પાસે આવ્યા રત્નકંબલથી મુનિનું શરીર લપેટી ગોશીર્ષ ચંદન લક્ષપાક તૈલના પ્રભાવથી મુનિના શરીરમાં કૃમિઓ રત્નકંબલ ઉપર ખરી ગયા. . . બાજુમાં ગાયનું મૃતક તૈયાર રાખેલું તેના ઉપર કૃમિઓ ખંખેરી નાંખ્યા. મુનિભગવંતને રોગમુક્ત બનાવી દીધા. બાકી ગોશીર્ષ ચંદન અને રત્નકંબલને વેચીને જે મૂલ્ય પ્રાપ્ત થયું. તેમાંથી છ એ મિત્રોએ સુવર્ણમય ધ્વજ પતાકાથી સુશોભિત દેદીપ્યમાન ભવ્ય જિનાલય બનાવ્યું....!
જીવનના ઉત્તરાર્ધમાં છ એ મિત્રોએ વૈરાગ્ય પામી ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી સુંદર આરાધના કરી પરિણામે ત્યાંથી કાળધર્મ પામી છ એ મિત્રો બારમાં દેવલોકમાં અચ્યુતેન્દ્ર મહારાજાના સામાનિક દેવો તરીકે ઉત્પન્ન થયા પ્રભુનો આ દસમોભવ હતો....! અચ્યુતદેવલોકમાંબાવીસસાગરોપમનુંઆયુષ્ય પૂર્ણ કરી અગિયારમાં ભવમાં પ્રભુનો આત્મા પૂર્વવિદેહક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં
Jain Education International
૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org