________________
પુંડરીકગીણીનામે રમ્ય નગરીમાં પ્રતાપી નૃપતિ વજ્રસેનનેત્યાં શીયલવતી ધારિણી પટ્ટરાણીનીકુક્ષિએચૌદ મહાસ્વપ્નોથી સૂચિત પુત્રતરીકે ઉત્પન્નથયા....!
હા... એ ચૌદ મહાસ્વપ્રો તીર્થંકરપણાને સૂચવનાર ન'તા પણ છ એ ખંડના અધિપતિચક્રવર્તીપણાનેસૂચવનારહતા...!
વજ્રનાભ એમનું નામપાડવામાં આવ્યું પૂર્વના પાંચે મિત્રો ક્રમશઃ બાહુ, સુબાહુ, પીઠ, મહાપીઠઅનેસુયશ નામે રાજપુત્રોત૨ીકે થયા.
છએ રાજકુમારોનો અરસપરસનો સ્નેહ અદ્વિતિયહતો.
પુંડરીકગીણીનગરીના મહારાજા વજ્રસેનતે જ ભવમાં પૂર્વવિદેહક્ષેત્રમાંતીર્થંકર ભગવંતબનીધર્મશાસનનીસ્થાપનાકરનારામહાપુરુષહતા.
સ્વયંબુદ્ધ વજ્રસેન મહારાજાએ વજ્રનાભ રાજકુમારને રાજ્યધુરા સોંપી દીક્ષા અંગીકા૨ક૨ી ક્રમશઃ કેવલજ્ઞાનનીપ્રાપ્તિદ્વારા ધર્મતીર્થનીસ્થાપનાકરી......!
વજ્રનાભરાજકુમારેછ એ ખંડ ઉપર વિજય મેળવવા દ્વારા ચક્રવર્તીપણાનીપ્રાપ્તિ કરી...!અનેક વર્ષો સુધી છ એ ખંડનું સામ્રાજ્યસુંદરરીતીએ પાળી અંતે પોતાનાજ પિતા પરમાત્મા વજ્રસેન સ્વામિનગરીમાં પધાર્યા ત્યારે તીર્થંકર પ્રભુની પુષ્કરાવર્ત મેઘ સમાન વાણીથી વજ્રનાભ ચક્રી અને પાંચે મિત્રોના અંતઃકરણ ભીંજાયા છ એ મિત્રોએ પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી વજ્રનાભ મુનિવરે ઉત્કૃષ્ટ સંયમધર્મની સાધના કરતા અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી અંતે વીશસ્થાનક તપની આરાધના દ્વારા તીર્થંકરનામકર્મનીનિકાચનાકરી ચૌદલાખપૂર્વસુધી નિર્મળસંયમધર્મનું પાલન કરી સમાધિમરણપ્રાપ્ત કરી સર્વાર્થ સિદ્ધ નામના અનુત્તર વિમાનમાંતેત્રીસસાગરોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળાદેવતરીકે થયા.
બારમા ભવમાં પ્રભુનો આત્મા સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં પહોંચી ગયો ! હવે એકાવતારી પણું નિશ્ચિત હતું....! ધન સાર્થવાહનો આત્મા હવે ઉન્નતિના શિખરે પહોંચી ગયેલો હવે લક્ષ્યપ્રાપ્તિ માટે અંતિમભવનીજ આવશ્યકતા છે તોચાલો આપણે પણ એ અંતિમભવની રોમાંચકસફરે ઉપડીએ.
Jain Education. International
૧૪ For Private & Personal Use Only
www.jainelibrary.org