________________
નિર્નામિકા તરીકેનું પોતાનું વૃતાંત...પર્વત ઉપર યુગધર મુનિ દ્વારા પ્રતિબોધ અણસણ...સ્વયંપ્રભાતરીકે ઉત્પત્તિ લલિતાંગદેવનો અવિહડ સ્નેહ આ વૃત્તાંતનું આબેહૂબચિત્ર કર્યું.
અનેક રાજાઓ... રાજકુમારો પાસે આ ચિત્ર મોકલાવે છે. એ ચિત્ર વજજંઘ - કુમાર પાસે પહોંચ્યું. વજજંધકુમારે જ્યાં આ ચિત્ર નિહાળ્યું તુરંત જ મૂચ્છ પામી જાતિઃ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પોતાની પૂર્વભવની પ્રિયતમાને ચિત્રપટમાં નિહાળી તેના ઉપર અતિ આસક્તબન્યો.
શ્રીમતીને પણ આ સમાચાર મળતા એ પણ અતિ આનંદિત બની બંનેનો સંયોગ થઈ ગયો..! બંનેના માતા પિતાએ અતિ ઉલ્લાસ પૂર્વક ઉભયનો લગ્ન મહોત્સવ ઉજવ્યો.
યથેચ્છ સાંસારિક સુખોને ભોગવતા અંતે સંયમગ્રહણનીભાવનામાં રમતા એક રાત્રિએ અચાનક કોઈ શત્રુરાજાએ ઉત્પન્ન કરેલા વિષધૂમ્રના પ્રભાવથી મરણ પામી વજવંધરાજા અને શ્રીમતી રાણી ઉત્તરકુરુક્ષેત્રમાંયુગલિકતરીકે ઉત્પન્ન થયા. | ઋષભદેવ પ્રભુનો આત્મા સાતમા ભવમાં પુનઃ યુગલિક મનુષ્ય તરીકે થયો.
ત્યાં પણ અનેક પ્રકારનાસુખોને માણી આઠમાં ભવમાં સૌધર્મનામે પ્રથમદેવલોકમાં દેવ તરીકે થયો. સદ, સ્વયંપ્રભાનો જીવ પણ એ જ દેવલોકમાં મિત્રદેવતરીકે ઉત્પન્ન થયો સ્વયંપ્રભા દેવી, નિર્નામિકા, પુનઃસ્વયંપ્રભાદેવી શ્રીમતી રાણી - યુગલિક થઈ એ પણ સૌધર્મ દેવલોકમાંઋષભદેવપ્રભુના આત્માનીસાથે સુખ-દુ:ખમાં સહભાગી બને છે.
દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુ નવમાં ભવમાં વિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં રાજમાન્ય, કુશળ એવા સુવિધિ રાજવૈદ્યને ત્યાં જીવાનંદ નામે પુત્ર તરીકે ઉત્પન્ન થયા...!
એ જ નગરમાં.... ઈશાનચન્દ્રરાજવીનેમહીધરનામે રાજપુત્ર,
Jain Education International
૧ ર For Private & Personal Use Only
www.jainelibrary.org