________________
માસક્ષમણ કરવા દ્વારા હૃષ્ટપુષ્ટકાયાને કૃશ બનાવી દીધી....! એક વખત વિશ્વભૂતિ મુનિ મથુરાનગરીમાં ગોચરીએ ગયેલા ત્યારે કૃશકાયાવાળામુનિને ગાયે અડફેટે લઈ લીધા...! ગાયની ઠોકરથી મુનિ પડી ગયા તે જ સમયે પેલો પિતરાઈવિશાખાનંદી પરણવા માટે મથુરામાં આવેલો રથમાં બેઠેલા એ દુષ્ટ આ દેશ્ય નિહાળ્યું. મહાત્માની મશ્કરી કરી !
“ઓહ! ક્યાં ગયું તમારું કોઠાના વૃક્ષને પાડનારું બળ !”
મહાત્મા મુનિપણું ભૂલ્યા...! ગુસ્સે થઈ ગયા એ જ ગાયને શીંગડાથી ઝાલી આકાશમાં ઉછાળી અને ધરતીમાં પાડી ! મહાત્માનું રૌદ્ર સ્વરૂપ નિહાળી વિશાખાનંદી તો ત્યાંથી ભાગી ગયો પણ મહાત્માએ નિર્ધાર કરી લીધો “મારા આ તપ-સંયમના પ્રભાવથી ભાવિમાં હું અતિ બલવાનબનું” આ નિયાણું કરી લીધું ! | વિશ્વભૂતિ મુનિ કરોડ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સત્તરમાં ભવમાં મહાશુક્ર દેવલોકમાંદેવ તરીકે થયા. અઢારમાં ભવમાં આ જભરતક્ષેત્રના પોરનપુરનગરમાં રિપુપ્રતિશત્રુ (પ્રજાપતિ) રાજાની મૃગાવતી રાણીની કુક્ષિએ સાત મહાસ્વપ્નાઓથી સૂચિતવાસુદેવનોજન્મથયો.ત્રિપૃષ્ઠતેમનું નામ પાડવામાં આવ્યું. | કિશોરાવસ્થામાં પ્રવેશતા જ ત્રિપૃષ્ઠ કુમારે પોતાના પ્રચંડ પરાક્રમદ્વારા વિશાખાનંદીનો જીવ જે તુંગગિરિમાં કેસરીસિંહ તરીકે થયેલો તે ખૂંખાર સિંહને વિનાશત્રે મારી નાંખ્યો ! ત્રિપૃષ્ઠનું પરાક્રમજગવિખ્યાત બની ગયું ! અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ સાથે ભયંકર યુદ્ધ કરી ત્રણ ખંડનું સામ્રાજ્ય મેળવ્યું ! વાસુદેવપણાના ગર્વમાં મત્ત બનેલા ત્રિપૃષ્ઠ વાસુદેવે શય્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડાવી નિકાચિતદારૂણ કર્મ બાંધી લીધુ! વાસુદેવપણામાંઅનેક પાપકર્મોકરીચોર્યાસી લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ઓગણીસમાં ભવમાં સાતમી નરકમાં પ્રભુનો આત્મા
Jain Education International
- ૨ ૨ ૨. For Private & Personal use only
www.jainelibrary.org