________________
અશ્વસેન મહારાજા રાજદરબારમાં હતા ત્યારે કુશસ્થળ નગરનો રાજદૂત ત્યાં આવ્યો દૂતે આવીને કહ્યું ! મહારાજા અમારા રાજવી પ્રસેનજિતની દેવકન્યા સમાન અતિશય રૂપ સંપન્ન પ્રભાવતી નામે ષોડશી કન્યા છે. તેનું સૌંદર્ય અપ્રતિમ છે રાજકુમારી પ્રભાવતી એકદા -ઉદ્યાનમાં પોતાની સખીઓ સાથે ક્રીડા કરી રહી હતી ત્યાં નજીકના આવેલાદેવાલયમાંકિન્નરોનીસ્ત્રીઓદર્શન કરવા આવેલી સ્વર્ગલોક ભણી જતી એ કિન્નરીઓના મુખે પાર્શ્વકુમારની પ્રશંસા સાંભળી અમારી રાજકુમારીએ પાર્શ્વકુમારની સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. ! તો આ તરફ પ્રભાવતીના રૂપ સૌંદર્યથી મોહિત બની કલિંગ દેશનો રાજવી યવન પોતાના સૈન્ય સાથે કુશસ્થળ નગરમાં આવી પહોંચ્યો છે મહારાજા પ્રસેનજિતે પોતાની લાડીલી કન્યાની ઈચ્છા પૂર્તિ માટે આપની મદદ માંગી છે ! મહારાજા.....! આપ સસૈન્ય પધારોઅને કલિંગનાદુષ્ટ રાજવીનેચમત્કારદેખાડો!
અશ્વસેન રાજા પોતાના મિત્ર પ્રસેનજિતને સહાય કરવા સૈન્ય સાથે પ્રયાણની તૈયારી કરે છે ત્યાં જ પાર્શ્વકુમારે આવી પોતાના પિતાને રોકી એકાકી પાર્શ્વકુમાર કુશસ્થલ નગરમાં ગયા અને લીલા માત્રમાં કલિંગ નરેશ યવનરાજ ના ગર્વના ચૂરેચૂરાકરીનાંખ્યા.
પાર્શ્વકુમારના અદ્વિતીય પરાક્રમથી પ્રસેનજિત રાજા તો ભાવવિભોર બની
ગયા!
“કુમાર ! આપે મારા ઉપર અમાપ ઉપકાર કરી મહા સંકટમાંથી મને બચાવ્યો હવે મારી કન્યા પ્રભાવતીનો સ્વીકાર કરી મને ધન્ય બનાવો ! રાજકુમારીપ્રભાવતી ના હૃદયમાં અપાર આનંદ છે ! જેને મનનાં માણીગર માનેલા તે પાર્શ્વકુમારની શૌર્યગાથાનિહાળીપ્રિયતમાનાંઉરમાં તો આનંદનીઅવધિન જ હોયને
પાર્શ્વકુમા૨ તો અહીં પરોપકાર કરવા આવ્યા હતા યુદ્ધ કરવા આવ્યા હતા
Jain Education International
૨૦૬ For Private & Personal Use Only
www.jainelibrary.org