________________
પાર્શ્વનાથ ભગવંતના પૂર્વભવોમાં આ વાસ્તવિકતાનજર સમક્ષ આવે છે પણ એ તો તીર્થંક૨ ૫રમાત્માનો આત્મા હતો સાધનાના શિખરો સર કરતા હવેના ભવમાં સર્વોચ્ચસિદ્ધિએમનીહાથવેંતમાંછે.
ચલો ! આપણે પણ પ્રભુપાર્શ્વનાથનેનજીકથીપીછાણીએ!
ભવ... ૧૦
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કાશીદેશમાં વારાણસી નગરીમાં ઈક્ષ્વાકુ વંશીય અશ્વસેન નામે પરાક્રમી રાજવીની વામાદેવી નામે અદ્વિતીય પટ્ટરાણીની કુક્ષિએ પ્રાણત દેવલોકમાંથીસુવર્ણબાહુના આત્માનું અવતરણથયું ! વિશાખા નક્ષત્રમાં ચૈત્ર વદ (ફાગણવદ) ચતુર્થીના દિવસે મધ્યરાત્રિએ મહારાણી વામાદેવીએ ચૌદ મહાસ્વપ્રોનિહાળ્યા.
સ્વપ્નલક્ષણ પાઠકો પાસેથી ચૌદ મહાસ્વપ્નઓનું ફળ વર્ણન સાંભળી સમગ્ર નગરીમાંહર્ષોલ્લાસછવાઈગયો!
ગર્ભસમય પૂર્ણ થતા જ વામા માતાએ વિશાખા નક્ષત્રમાં પોષ વદ (માગસર વદ) દસમીના પુણ્યદિને સર્પના લંછનવાળા નીલરત્ન જેવી તેજસ્વી કાંતિથી યુક્ત પુત્રને જન્મ આપ્યો!
છપ્પન્ન દિકુમારીકાઓ અને ચોસઠ ઈન્દ્રોએ આવી પ્રભુનો અપૂર્વ જન્મમહોત્સવઉજવ્યો!
મહારાજા અશ્વસેને સમગ્ર વારાણસી નગરીને દેવપુરી સમાન બનાવી દીધી પુત્રનો અદ્ભુત જન્મમહોત્સવઉજવી પ્રભુ ગર્ભમાં હતાત્યારે વામામાતાએપડખેથી (પાર્શ્વથી) એક સર્પને પસાર થતો જોયેલોતેથીપાર્શ્વએવું નામપાડ્યું!
નવ હાથ ઉંચી કાયાવાળા પાર્શ્વકુમા૨ યુવાવસ્થાને પામ્યા. નીલવર્ણની કાંતિવાળાકુમારનીલમણિરત્નજેવા શોભવાલાગ્યા!
Jain Education International
૨૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org