________________
ભવ ૭-૮-૯ મરુભૂતિનો આત્મા સાતમા ભવે મધ્ય રૈવેયકમાં સત્યાવીસ સાગરોપમના આયુષ્યવાળોલલિતાંગ નામે દેવ થયો...! રૈવેયકના અનેકવિધ સુખોની વચ્ચે પણ એ આત્મા અલિપ્ત રહ્યો તો કમઠનો આત્મા કુરંગડ ભીલ મૃત્યુ પામીને સાતમી નરકમાં સત્યાવીસસાગરોપમનાઆયુષ્યવાળોનારક તરીકે થયો. ભયંકર વેદનાની વચ્ચે એ આત્મા આજંદકરે છે... પરંતુ અહીં કોણ એનો હાથ પકડવા આવે!
આઠમાં ભવમાં પૂર્વવિદેહના પુરાણપુર નગરમાં કુલિશબાહુ રાજવીની સુદર્શના નામે પટ્ટરાણીની કુક્ષિએ મરુભૂતિનો આત્મા ઉત્પન્ન થયો ! ચક્રવર્તીના જન્મને સૂચવનારા ઉત્તમ મહાસ્વપ્નો નિહાળી માતા અતિ આનંદિત બની ગઈ. પુત્રનો જન્મ થયો. નામતનું સુવર્ણબાહુ પાડવામાં આવ્યું. યુવાવસ્થામાં પ્રવેશતા જ રત્નપુર નગરના ખેચર રાજાની પુત્રી દેવાંશી પદ્માવતી નામે કન્યા સાથે સુવર્ણબાહુનાપાણિગ્રહણ થયા. મહારાજાનીઆયુધશાળામાંચક્રરત્ન ઉત્પન્ન થયું ! ચક્રના પ્રભાવથી છ એ ખંડો ઉપર આણાસ્થાપીચક્રવર્તીપણું મેળવ્યું!
એકદા પુરાણપુર નગરમાં જગન્નાથ નામના તીર્થંકર પરમાત્મા પધાર્યા અરિહંત પરમાત્માનીપુષ્પરાવર્તના મેઘની ધારાસમાનધર્મદેશનાથી પ્રતિબોધપામી સુવર્ણબાહુ ચક્રવર્તીએ સંસારના સુખોને તિલાંજલિ આપિ પ્રભુ પાસે સર્વવિરતિ સ્વીકારી લીધી.
સંયમસ્વીકાર બાદ ઉગ્ર તપશ્ચર્યા સાધી વીશ સ્થાનક તપની આરાધના દ્વારા તીર્થકર નામકર્મની નિકાચના કરી એકદા સુવર્ણબાહુ મુનિ ક્ષીરવણા વનમાં કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર હતા. તે જ સમયે પૂર્વભવનોવૈરી કમઠનો જીવ નરકમાંથી
Jain Education International
For Prive
Personal Use Only
www.jainelibrary.org