________________
વજ્રવીર્ય રાજાની લક્ષ્મીવતી રાણીની કુક્ષિએ મરુભૂતિના આત્માનું અવતરણ થયું. નામ તેનું વજ્રનાભપાડવામાંઆવ્યું. યુવાવસ્થાનાઉંબરે પહોંચતાચક્રવર્તીનારાજ્ય સમાન વિશાળ રાજ્યનો ભોક્તા વજ્રનાભ બન્યો ! પ્રજાપાલક રાજવીએ અનેક પ્રકારના જન કલ્યાણના કાર્યો કરી પ્રજાના હૃદયમાં અપૂર્વ સ્થાન મેળવ્યું ! ચક્રયુદ્ધ પુત્ર યુવાન થતાં જ સઘળીએ જવાબદારી તેને સોંપી વજ્રનાભ રાજા એ ક્ષેમંક૨ નામના અવધિજ્ઞાની મુનિ ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી અનેકવિધ સાધનાઓ સાધી શ્રુતનો અપૂર્વ અભ્યાસ કરી તીવ્ર તપશ્ચર્યા દ્વારા વિવિધ લબ્ધિઓના ધારક વજ્રનાભમુનિબન્યા !
એકદા સુકચ્છ નામના વિજયમાં વનમાં વજ્રનાભ મુનિ કાઉસગ્ગ ધ્યાનમાં મગ્ન હતા ત્યાં જ સનસનાટ કરતું એક તીર આવ્યું અને મુનિની વિશાલ છાતીમાં ખૂંપી ગયું ! પેલો કમઠનો જીવ નરકના અનેક દુઃખોને સહન કરી આ ભવમાં પુનઃ મનુષ્ય અવસ્થાને પામ્યો તો હતો પરંતુ નીચ કુલમાં જંગલી ભીલ તરીકે તેને અવતા૨ મળેલો ! કાળુ ડિબાંગ એનું શરીર હતું ! નામપણ એનું કુરંગડ હતું ! એક તો ભીલ જાતિસાર અસારનોકોઈવિવેક નહીં અને સાથે પૂર્વના તીવ્ર વૈરનું સંસ્મરણ!
કુરંગડભીલ જંગલમાં શિકારે જતો હતો ત્યાં જ વજ્રનાભમહાત્માને નિહાળી એ અજ્ઞાની આત્માએ સનસનાટ કરતું તીર મહાત્મા ઉપર ફેંક્યુ ! મહાત્માને મર્મસ્થાને તીર લાગ્યું ! તીવ્ર વેદના સહન કરતા મહાત્માએ અપૂર્વ સમાધિ જાળવી રાખી ! ભીલપ્રત્યે દ્વેષનો અંશ પણ મહાત્માએસ્પર્શવા દીધો નહીંસર્વ જીવોની સાથે ક્ષમાનું પ્રદાન કરતા મહાત્મા સમાધિ મરણ પામી મધ્ય પ્રૈવેયકમાં પહોંચી ગયા તો મહાત્માના મૃત્યુથી આનંદ પામતો દુષ્ટ ભીલ અનેકવિધ કુકર્મો કરી મરણ પામીને નરકનો અતિથિબંને એમાંતો શું આશ્ચર્ય!
Jain Education International
૨૦૨
For Private & Personal Use Only
www.jainelibrary.org