________________
લાગી ! પૂર્વનો વૈભાવ સ્મૃતિમાં આવ્યો હાથીના સમગ્ર શરીર ઉપર પૂરી તાકાતથી વારંવાર ડંસ મારે છે. વૈરવાળુ ઝેર હાથી માટે કાતિલ બન્યુ ! આખા શરીરમાંભયંકર પીડા છે છતા પણ હાથી સમાધિભાવમાં તલ્લીન છે. સમાધિ મરણને પામી હાથી સીધો આઠમાંસહસ્ત્રારદેવલોકમાં પહોંચી ગયો !
બિચારો સર્પ ! આર્ટ રૌદ્રધ્યાનના પરિણામોથી ક્લિષ્ટ કર્મોને બાંધતો મરીને નરકનો અતિથિ બની ગયો ત્રીજા ભવમાં સહસ્ત્રાર નામના આઠમાં દેવલોકમાં ગયેલો મરુભૂતિનો આત્મા સત્તર સાગરોપમના આયુષ્યવાળો શશિપ્રભ નામે દેવ થયેલો દેવલોકમાં જિનભક્તિના અનેકવિધ સત્કાર્ય કરતા તે આત્માએ પોતાનું સમ્યગ દર્શન નિર્મળ બનાવ્યું. તો આ તરફ કમઠનો જીવ સર્પના ભવમાં અનેકવિધ પાપકર્મો કરી મૃત્યુ પામી પાંચમી નરકમાં ઉત્પન્ન થયો ! ત્યાં તેનું પણ સત્તર સાગરોપમનું આયુષ્ય ! એક ભાઈ સત્તર સાગરોપમ સુધી સુખમાં તો બીજો ભાઈ એટલો જ સમયભયંકરદુઃખમાં.
ભવ ૪-૫-૬
પ્રાગવિદેહમાં સુકચ્છ નામે વિજયમાં તિલકા નામે સુંદર નગરી હતી. વિદ્યુતગતિ નામે વિદ્યાધર રાજા અને તેની કનકતિલકા નામે સુંદર પટ્ટરાણી હતી. મરુભૂતિનો આત્મા આઠમા દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી કનકતિલકાની કુક્ષિમાં આવ્યો.
કિરણવેગ તેનું નામ પાડવામાં આવ્યું ગુણિયલ એવા કિરણવેગ કુમારનો યુવાવસ્થામાં પ્રવેશ થતા જ પિતાજીએ રાજ્યનું સિંહાસન કુમારને સોંપી પોતે દીક્ષા
Jain Education International
૨૦૦
For Private & Personal Use Only
www.jainelibrary.org