________________
આ મહાત્માને હાથી હમણાંજ કચડી નાંખશે!
અરવિંદ રાજર્ષિને નિહાળતા જ હાથી શાંત બની ગયો ! અનિમેષ નયને મહાત્માની સામે નિહાળવા લાગ્યો!
અવધિજ્ઞાનીઅરવિંદરાજર્ષિએતરત જ કહ્યું “અરે! મરુભૂતિ! આપાગલપન છોડી દે ! તું કોણ હતો એ તો ખ્યાલ કર ! પૂર્વભવમાં શ્રાવકધર્મ અંગીકાર કરેલો અપરાધી ભાઈની ક્ષમાપના ત્યારે તું માંગવા ગયેલો ! અને અહીં નિરપરાધી મનુષ્યોને મારે છે ! ગત ભવમાં તો અંતસમયે આર્તધ્યાનના પરિણામે તિર્યંચ તરીકે ઉત્પન્ન થયો! હજી પણ આર્ત-રૌદ્રધ્યાનના પરિણામદ્વારા-દુર્ગતિમાંજ જવું છે? | મુનિરાજના મધઝરતા વચનો સાંભળી હાથીને જાતિઃસ્મરણ જ્ઞાન થયું ! પૂર્વજન્મ નિહાળ્યો ! હાથીએ આંખમાંથી બોર-બોર જેવડા આંસુઓ સાર્યા ! મહાત્માએ હાથીને દેશવિરતિ ધર્મ સમજાવ્યો! હાથીએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો ! સુખ દુઃખમાં સ્વસ્થ પણે હવે હાથી રહેવા લાગ્યો ! આ પ્રસંગ નિહાળીને અનેક આત્માઓ ધર્મપામ્યા....!મહાત્માતો ત્યાંથી ચાલ્યા ગયા.
ગજરાજ નિર્દોષભાવે શાંત પ્રકૃતિએ રહે છે. એક વખત હાથીને તરસ લાગવાથી સરોવરમાં પાણી પીવા ગયો. સરોવરમાં ઉંડા ઉતરવાથી કાદવમાં હાથીના પગ ફસાઈ ગયા ઘણી મહેનત કરે છે પણ વધારે ને વધારે ઉંડો ખૂંપતો જાય છે હાથી સમજી ગયો કે હવે આમાંથી ઉગરી શકાય તેમ નથી મરણ નિશ્ચિત છે. પંચ પરમેષ્ઠિના ધ્યાનમાં હાથી તન્મય બની ગયો! તે જ સમયે પેલો કુફ્ફટસર્પજે કમઠનો જીવ હતો ત્યાં આવી પહોંચ્યો! હાથીને નીહાળીએની દષ્ટિમાંથીવાળાઓવરસવા
Jain Education International
૧૯૯ For Private & Personal Use Only
www.jainelibrary.org