________________
ખૂબ જ દુઃખ થાય છે મારા વડિલ બંધુના અપમાનમાં હું નિમિત્ત બન્યો છું. મારે.. ભાઈની ક્ષમા માંગવી જ જોઈએ... સજ્જન પુરુષો ક્યારેય પોતાની સજ્જનતા વિસરતાનથી.
મરુભૂતિ ક્ષમાપના માંગવા વનમાં કમઠ પાસે આવ્યો ! મસ્તક નમાવી કમઠને વંદન કરવા જાય છે ત્યાં જ વેરની આગમાં ધગધગતા કમઠે બાજુમાં રહેલો મોટો પત્થર ઉપાડી મરુભૂતિ ઉપર નાંખ્યો ! મરુભૂતિનું મસ્તક છેદાઈ ગયું ! પ્રાણઘાતક હુમલાથીમરુભૂતિનાતત્કાલપ્રાણ નીકળી ગયા.
મહારાજા અરવિંદને આ સમાચાર મળતા જ સંસારની ક્ષણ ભંગુરતા સમજી વૈરાગ્ય પામી મહારાજાએ દીક્ષા અંગીકાર કરી લીધી....! યોગ્ય આત્માઓને બધા પ્રસંગો વિરાગમાપક બની જયા છે ! કમઠ તો ત્યાંથી ભાગ્યો ! અંતે આર્તધ્યાનમાં મૃત્યુ પામીકુફ્ફટજાતિનો સર્પ થયો!
મરુભૂતિને પણ અંતસમયે આર્તધ્યાન પ્રગટી જવાથી બીજા ભવમાં | તિર્યંચગતિમાંવિંધ્યાચલમાં ૫OOહાથણીઓનાસ્વામિકાથી તરીકે થયો! હ' આ તરફ અરવિંદરાજર્ષિ શ્રમણાવસ્થામાં કોઈ વિશાળ સંઘની સાથે સમતશિખરની યાત્રાર્થે જઈ રહ્યા છે. વિશાલ જનસમૂહ સાથે હતો ! વિંધ્યાચલની તળેટીમાં આવતા જ મરુભૂતિનો આત્મા જે અત્યારે હાથી બનેલ છે તે હાથીએ આવો વિરાટ માનવ મહેરામણ નીહાળ્યો ! જંગલમાં યથેચ્છ ફરનાર એ ગજરાજને એકી સાથે આટલા બધા માનવો કેમ ગમે! હાથી તો તોફાને ચડ્યો ! કોઈ મનુષ્યને સૂંઢમાં ઉછાળે છે તો કોઈને પગ તળે કચડે છે ! સંઘમાં કોલાહલ વ્યાપી ગયો ! હાથી તો દોડતો સીધો અરવિંદમુનિતરફ ઘસી ગયો! લોકો બધા ભયભીત બની ગયા ! ઓહ!
- ૧૯૮ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org