________________
કમઠનીપત્નીનું નામવરુણા હતુ જ્યારે મરુભૂતિની પત્નીનું નામ વસુંધરા.
બંને ભાઈઓને પારિવારિક જવાબદારી સોંપી માતા-પિતા નિવૃત્ત થઈ ધર્મારાધના કરીસ્વર્ગે સિધાવ્યા!
સરલાસથી સદાચારી મરુભૂતિનો સ્વભાવ પરોપકારપરાયણ હોવાથી રાજકાજના પ્રત્યેક કાર્યોમાં મહારાજા અરવિંદની સાથે રહેતો હતો ! રાજ્યના કાર્ય પ્રસંગોમાં અવારનવાર નગરીની બહાર પણ જવાનું થતું. જ્યારે કમઠ એશઆરામમાં પ્રવૃત્તબની ઘરમાં જ રહેતો હતો. મરુભૂતિનીપત્નીવસુંધરા રૂપવતી હતી કમઠ પોતાની પત્ની વરુણા વિદ્યમાન હોવા છતા વસુંધરામાં આસક્ત બન્યો ! વસુંધરાપણ કમઠમાં આસક્તબની ! બંનેનોદુરાચાર શરૂ થઈ ગયો !
કમઠપત્ની વરૂણાએ એકદા બંનેની પાપલીલા નિહાળી મરુભૂતિને આ વાત કરી મરુભૂતિને પહેલા તો આ વાત સત્ય જણાઈ નહીં પરંતુ પોતે સાક્ષાત જ્યારે બંનેની પાપલીલાનિહાળી ત્યારે મરુભૂતિનું મન વિષાદગ્રસ્ત બની ગયું!
સરળ મનના મરુભૂતિ વિચારે છે મહારાજાને આ વાત કરીશ તો રાજાની લજ્જાથી મોટાભાઈ સમજી જશે અરવિંદ રાજાને મરુભૂતિએ વાત કરી. ન્યાયનિષ્ઠ રાજવી પોતાના રાજયમાં અનાચારશંસહન કરે !
રાજાએ કમઠને બંધનગ્રસ્ત બનાવી ગધેડા ઉપર ઉંધા બેસાડી આખા ગામમાં ફેરવીકમઠને સજા કરી ! કમઠનોનગરવાસીઓએતિરસ્કાર કર્યો !
‘કમઠને મરુભૂતિ ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો મરુભૂતિ એ રાજાને ફરિયાદ કરી ત્યારે જ મારી આ દશા થઈને ! કમઠ તો ત્યાંથી નાસીને વનમાં તાપસ બની ગયો ! મનમાં મરુભૂતિ પ્રત્યે તીવ્રષ રાખીને તપ તપવા લાગ્યો! આ તરફ મરુભૂતિને પણ
Jain Education International
૧૯૭ For Private & Personal Use Only
www.jainelibrary.org