________________
શ્રીપાનાથ ચરિત્ર
પરમ પુરુષાદાણીય, ત્રેવીસમાં તીર્થપતિ શ્રી શંખેશ્વર તીર્થ વિભૂષણ શ્રી પાર્શ્વનાથસ્વામિસમ્યકત્વપ્રાપ્તિ પછી દસમાં ભવે નિર્વાણ પામ્યા. પ્રભુના દસ ભવો આ રીતીએછે.
ભવ
૧. મરુભૂતિ
૬. વજનાભરાજા ૨. હાથી
૭. મધ્ય ગૈવેયક ૩. આઠમો દેવલોક
૮. સુવર્ણબાહુરાજા ૪. કિરણબેગમુનિ
૯. દસમો દેવલોક ૫. બારમોદેવલોક
૧૦. શ્રી પાર્શ્વનાથ ભગવાન
ભવ ૧-૨-૩ જંબુદ્વીપના મધ્યમાં સ્થિત મેરૂપર્વતની દક્ષિણ દિશામાં પોતનપુર નગરમાં અરવિંદ નામે પ્રતાપી વિવેકી રાજા રાજય કરી રહ્યો છે. ધર્માત્મા રાજવીના રાજયમાં અનેક ધર્મિષ્ઠ પરિવારો રહેતા હતા. એ જ નગરમાં વિશ્વભૂતિ નામે ધર્માત્મા બ્રાહ્મણ પુરોહિત રહેતો હતો. રાજમાન્ય પુરોહિતને અનુદ્ધરા નામે પત્ની હતી અને કમઠ અને મરુભૂતિ નામના બે વિદ્વાન પુત્રો હતા! વિશ્વભૂતિનો પરિવાર નગરમાં પ્રતિષ્ઠા સારી ધરાવતો હતો. કમઠ અને મરુભૂતિ બંને સહોદર ભાઈઓ હોવા છતા બંનેના સ્વભાવમાંઆસમાનજમીનનો તફાવત હતો.
મોટો ભાઈ કમઠ ક્રોધી...દુરાચારી હતો જયારે નાનોભાઈ મરુભૂતિ શાંત સદાચારી હતો!
Jain Education International
१८E For Private & Personar Use Only
WWW.jainelibrary.org