________________
તુરંતજ ઘીનો ભરેલો ઘડો લઈને અતિ ઉલ્લાસપૂર્વક મહાત્માઓના પાત્રમાંથી વહોરાવે છે.
હૃદયના તીવ્રતમ બહુમાનપૂર્વક અતિ આનંદ પામી સુપાત્રદાન જેવું ઉત્તમદાન ધન સાર્થવાહે કર્યું. તે સુપાત્રદાનના પ્રભાવથી તે અવસરે જ ચિંતામણી રત્ન સમાન અતિદુર્લભ એવા સમ્યગદર્શનની પ્રાપ્તિ ધનસાર્થવાહનેથઈ. !
ત્યાર પછીતો પ્રતિદિનધન સાર્થવાહઆચાર્યભગવંતપાસે ધર્મદેશનાનું શ્રવણ કરી ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળ વધે છે સાથે.. તો વસંતપુર પહોંચી ગયો...!
ધર્મઘોષસૂરી મહારાજા પણ ત્યાંથી અન્યત્રવિહાર કરી ગયા. ધન સાર્થવાહપણ પુનઃ ક્ષિતિપ્રતિષ્ઠિતનગરમાં આવી ગયો! સમ્યગદર્શનનું જે બીજ હૃદયમાં... ધરબાયેલું હતું તેનું સિંચન કરી સમાધિમૃત્યુને સાધી.
યુગાદિદેવપ્રભુ ઋષભદેવસ્વામિનો આત્મા બીજા ભવમાં ઉત્તરકુર નામે સુંદર ક્ષેત્રમાં ત્રણ પલ્યોપમના વિશાળ આયુષ્યવાળા ત્રણ કોશના શરીરવાળા યુગલિક તરીકે ઉત્પન્ન થયો.
યુગલિક પણામાં સરળતા ભદ્રિકતા આદિ જન્મજાત ગુણોના સ્વામિ તે આત્મા અનેક પ્રકારનાસુખોને માણી
ત્રીજા ભવમાં પ્રથમ દેવલોક સૌધર્મ દેવલોકમાં મહાનઋદ્ધિવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા...! પ્રભુનો આત્મા ચોથા ભવમાં પશ્ચિમમહાવિદેહમાં આવેલા રમણીય ગંધાર દેશમાં ગંધસમૃદ્ધ નગરમાં પરાક્રમી વિદ્યાધર રાજા શતબળ ની પટ્ટરાણી ચંદ્રકાંતા મહાદેવીની કુક્ષિએ આવ્યો ! નવ માસ પૂર્ણ થતા તેમનો જન્મ થયો.
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org