________________
ભગવંત! આપ તો ગુણરત્નાકર છો ! હું ગુણહીન છું. મને મારા અયોગ્ય વર્તનની ખૂબ જ લજ્જા આવે છે આપ કૃપા કરીને મારા મુકામમાં મહાત્માઓને વહોરવા માટે મોકલો... મને લાભ આપો....
ધન સાર્થવાહના અતિ આગ્રહથી આચાર્ય ભગવંતે બે મહાત્માઓને તેમની સાથે વહોરવા મોકલ્યા.
ધન સાર્થવાહ મહાત્માઓને લઈને પોતાના આવાસમાં આવ્યા. શ્રેષ્ઠિએ પોતાના આવાસમાં અમૃત સમાન ઘીથી ભરેલો ઘડો નિહાળ્યો.
ધન સાર્થવાહ મહાત્માને ઘી વહોરાવી રહ્યા છે.
Jain Education International
For Private & Petsonal Use Only
www.jainelibrary.org