________________
ઓહ....!મારી સાથે આવેલા સાર્થવાસીઓની કેવી હાલત છે ! ત્યાં અચાનકજ સાર્થવાહને ધર્મઘોષસૂરીશ્વરજીમહારાજા.આદિમહાત્માઓનું સ્મરણ થયું.
‘અરે ! મેં બહુ ભૂલ કરી... આ મહાત્માઓ સાર્થમાં પધાર્યા પછી એમની કુશલતાની પણ ચિંતા નથી કરી ! આ વિષમ સમયમાં બીજા મનુષ્યો તો કંદમૂળ-ફળ આદિનું ભક્ષણ કરીને ચલાવે છે. જ્યારે આ મહાત્માઓ તો તેનો સ્પર્શ પણ કરતા નથી હમણાં જ હું મહાત્માઓની પાસે પહોંચુ.
તુરંત જ મહાત્માઓના આશ્રય સ્થાનમાં જાય છે ત્યાંનું વાતાવરણ નિહાળી આશ્ચર્ય પામી જાય છે...!
કેટલાયે મહાત્માએ કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર હતા કોઈ સ્વાધ્યાય કરી રહ્યા હતા! કોઈવાચના આપી રહ્યા હતા બધાના મુખ ઉપર અપૂર્વ પ્રસન્નતા જણાતી હતી...!
ધન સાર્થવાહે આચાર્ય ભગવંતને નમસ્કાર કર્યા આચાર્ય મહારાજે મધુર સ્વરે ધર્મલાભ આપ્યા..! | ‘ભગવંત! ક્ષમા કરો ! મારા જેવો પ્રમાદી વિશ્વાસઘાતી મનુષ્ય આ જગતમાં બીજો કોઈ નહીં હોય! સાર્થના પ્રયાણથી આરંભીને આજ દિવસ સુધી આપનાં દર્શન વંદનની વાત તો દૂર રહી પણ આપની ક્ષેમ-કુશળતાના સમાચાર પણ મેં પૂછાવ્યા નહીં આપની સાર્થમાં ઉપસ્થિતિને જ હું વિસરી ગયો હતો...! આ કપરા સમયમાં આપને નિર્દોષ અન્ન-જલ આદિની વ્યવસ્થાની ચિંતા મેં કરી નહીં ! મારા ઘોર અપરાધની ક્ષમા કરો!
પુણ્યશાલી! તમારાસાર્થમાં અમને કોઈ તકલીફ નથી માર્ગમા-આવતીઅનેક તકલીફોથી તમે અમારું રક્ષણ કર્યું જ છે. તમારા સાથેના મનુષ્યો પણ ભક્તિપૂર્વક અમને અન્ન-પાનઆદિવહોરાવે છે. તમે કોઈ બીજો વિકલ્પ કરો નહીં.
U
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org