________________
ભગવંત ! બહુ જ કઠિન છે આપનો આચાર....! આપ સાર્થમાં પધારો હજારો મનુષ્યો સાર્થમાં જોડાયેલા છે. આપને નિર્દોષ અન્ન, જલ આદિ યોગ્ય પદાર્થની ભક્તિનો લાભ મને આપજો .
ક્ષિતિપ્રતિષ્ઠિતપુરથી સાર્થનું પ્રયાણ થઈ ગયું સેંકડો હાથીઓ, અશ્વો, ઉંટો, બળદો, ખચ્ચરોઆદિચોપગાપશુઓ અને વિશાલમાનવમહેરામણથીયુક્તને સાર્થ પ્રતિદિન જે ક્ષેત્રમાં વિશ્રામકરતો હતો તે ક્ષેત્રમાં ચોતરફ વિશાળ નગરી નો સાક્ષાત્કારથતો હતો....!
દિવસો, મહિનાઓ વ્યતીત થયા વર્ષાઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો ! વર્ષાઋતુના પ્રારંભેજઅનરાધારવૃષ્ટિના કારણે ચોતરફના માર્ગો જલમય બની ગયા...!
એક વિશાલ વનમાં સાર્થ સ્થગિત થઈ ગયો ! સાર્થમાં જોડાયેલા પ્રત્યેક માનવો વર્ષાઋતુમાં રક્ષણ માટે વાંસની નાની – નાની ઝુંપડીઓ બાંધી તેમાં નિવાસ કરવા લાગ્યા.
ધન સાર્થવાહના મણિભદ્ર નામના મિત્રે પણ પોતાના માટે સુંદર મજાની ઝૂંપડી બનાવી અને તેમાં સાર્થમાં પધારેલા આચાર્ય ભગવંત ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજાને સ્થિરતામાટેવિનંતી કરી.
મહાત્માએ પણ નિર્દોષસ્થાનનિહાળી ત્યાં રહેવાનું સ્વીકાર્યું. વર્ષાઋતુનાં દિવસો ખૂબ લંબાઈ ગયા...! ગાઢ વન ના કારણે સાર્થમાં અનાજ આદિની પ્રાપ્તિ પણ દુર્લભ થઈ ગઈ ! સુધાથી વ્યાકુળ બનેલા સાર્થવાસીઓ વનમાં રહેલા કંદમૂળ, ફળ આદિનું ભક્ષણ કરવાલાગ્યા.
સાર્થની વિષમ પરિસ્થિતિથી ધનસાર્થવાહ પણ ચિંતાતુર બની ગયો!
Jain Education International
For Private & Penal Use Only
www.jainelibrary.org