________________
નામ મહાબલકુમાર પાડવામાં આવ્યું.....! મહાબલ કુમારનો યુવાવસ્થામાં પ્રવેશ થયો ત્યાં જ શતબળ રાજાએ રાયધુરા તેમને સોંપી શ્રમણધર્મ અંગીકાર કરી પોતાનું આત્મશ્રેય સાધી લીધું. ન્યાયનિપુણ મહાબલ રાજવીએ પણ અનેક વર્ષો સુધી રાજ્યપુરાનું સુંદર પાલન કરીને પોતાના કલ્યાણમિત્ર સ્વયંબુદ્ધ મહામંત્રીના સત્સંગથી ધર્મ પામી દીક્ષા અંગીકાર કરી પ્રાંતે સમાધિમરણને પામી પાંચમા ભવમાં ઈશાનનામે બીજા દેવલોકમાંલલિતાંગનામે સમૃધ્ધિશાલીદેવતરીકેથયા....!
ધન સાર્થવાહ, યુગલિક, પ્રથમદેવલોક, મહાબલ રાજવી અને દ્વિતિય દેવલોક ઋષભદેવ પરમાત્માનો આત્માક્રમશ: ઉત્થાનને પામી રહ્યો છે.
ઈશાન દેવલોક વાસી લલિતાંગ દેવને સ્વયંપ્રભા નામે અતિ રૂપવતી દેવી હતી...! લલિતાંગદેવ સ્વયંપ્રભા દેવીમાં અત્યંત આસક્ત બની ગયો છે...! એક ક્ષણ પણ સ્વયંપ્રભાનો વિરહ દુઃસહ થઈ પડે છે થોડા સમયમાં આયુષ્યપૂર્ણ થવાથી સ્વયંપ્રભાદેવીનું ચ્યવન થઈ ગયું!
પોતાની પ્રાણપ્રિયાના વિરહથી સંતપ્ત બનેલો લલિતાંગ વારંવાર “હે.... પ્રિયા... હે.... પ્રિયા....કરીને વિલાપ કરવા લાગ્યો! દેવલોકનાદિવ્ય સુખો પણ એના માટે દુઃખદાયી બની ગયા....!
પૂર્વભવમાં જે સ્વયંબુદ્ધમંત્રી જે મહાબલ રાજાનો મિત્ર તરીકે હતો તે દીક્ષા ગ્રહણ કરી સમાધિમરણ પામી ઈશાનેન્દ્રના સામાનિકદેવ તરીકે ઉત્પન્ન થયેલો ટઢધર્મનું નામહતું ! લલિતાંગદેવને ઓળખીને તેની પાસે આવી આશ્વાસન આપે છે.
Jain Education International
For Private & personal Use Only
www.jainelibrary.org