________________
ભવ... ૯. આત્મા એ જ છે .... પુદ્ગલ બદલાતું રહે છે ધનકુમાર, સૌધર્મ દેવલોક, ચિત્રગતિવિદ્યાધર, માહેન્દ્રદેવલોક, અપરાજિતરાજા , આરણ દેવલોક, શંખકુમાર, અપરાજિતઅનુત્તરવિમાનમાંથઈ એ પુણ્યશાળી આત્મા આજભરત ક્ષેત્રની ઉત્તર દિશામાં સૌરીપુરી નગરીમાં યાદવ કુલમાં પ્રતાપી દશ દશામાં સૌથી વડિલ સમુદ્રવિજયમહારાજાની શિવાદેવીનામે પટ્ટરાણીની કુક્ષિ - એ આત્માનું બત્રીસ સાગરોપમનું અનુત્તરનું આયુષ્ય પૂર્ણ કરીને અવતરણ થયું. મહાદેવી શિવામાતાએ ચૌદ મહાસ્વપ્નોનિહાળ્યા. એ ધન્ય દિવસ હતો - કારતક વદ (આસોવદ) બારસનો નક્ષત્ર હતું ચિત્રા....!
સ્વપ્નલક્ષણ પાઠકો પાસેથી મહાસ્વપ્નાઓનું ફળ વર્ણન સાંભળી રાજમહેલમાં તો શું સમગ્ર નગરમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો! ગર્ભકાળ પૂર્ણ થયા બાદ શ્રાવણ સુદ પંચમીના મંગલ દિને ચિત્રા નક્ષત્રમાં મહારાણી શિવાદેવીએ શંખ લંછનવાળા અને નીલવર્ણાતેજસ્વીકાયાવાળા પુત્રને જન્મઆપ્યો!
મહારાજા સમુદ્રવિજય, મહા પુણ્યશાળી બલદેવ, બલભદ્રજી, વાસુદેવ કૃષ્ણજી આદિએ – પોતાના પરિવારમાં ઉત્પન્ન થયેલા તેજસ્વી રત્નનો અદભુત જન્મ મહોત્સવ ઉજવ્યો!
પ્રભુ માતાના ગર્ભમાં હતા ત્યારે સ્વપ્નમાં રત્નમય ચક્ર (નેમિ) નિહાળેલ તેથી અરિષ્ટનેમિ એવું નામ પાડવામાં આવ્યું. જેનેમિકુમારતરીકે પ્રસિદ્ધ પામ્યું !
દસ ધનુષ્યની કાયાવાળા નેમિકુમાર યૌવન અવસ્થામાં પ્રવેશતા જ અપૂર્વ બલવાન અદ્વિતિય પ્રભાવશાળી તરીકે જનમાનસમાં અંકિત થઈ ગયા. એક વખત નેમિકુમાર પોતાના સમવયસ્ક મિત્રો સાથે ક્રીડા કરતા કૃષ્ણ મહારાજાની આયુધ
raile
r
૧૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org