________________
શાળામાં પહોંચ્યા. આયુધ શાળામાં કૃષ્ણ મહારાજાનાશંખ, ચક્ર, ગદા, ધનુષ્ય આદિ શસ્ત્રો એવા પ્રભાવશાળી હતા કે કૃષ્ણ વાસુદેવ સિવાય કોઈ પણ મનુષ્ય એનો સ્પર્શ પણ કરી શકે નહીં.
પણ નેમિકુમાર તો તીર્થકર હતા... વાસુદેવ કરતા પણ અનંત બલી... ! નેમિકુમારે તો ક્ષણવારમાં શંખને હાથમાં લઈને વગાડ્યો! શંખના અવાજથી સમગ્ર નગરમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું ! પ્રચંડ અવાજના પરિણામે પશુ પક્ષીઓ પણ નાસવા લાગ્યા! કૃષ્ણ વાસેદવપણ સચિંત બની ગયા...! કોણ આ શત્રુ ઉત્પન્ન થયો છે ! કૃષ્ણ વાસુદેવ સ્વયં આયુધશાળામાં આવ્યા અને ત્યાં – નેમિકુમારને નિહાળી આશ્ચર્ય પામ્યા!
કૃષ્ણ વાસુદેવનું સુદર્શનચક્ર નેમિકુમારે- ટચલી આંગળીનાટેરવે ઉઠાવી લીધું ! વાસુદેવની ગદા તો જાણે લાકડી ઉપાડતા હોય તેમહાથમાં લઈ લીધી ! વાસુદેવનું ધનુષ્યતો નેતરની સોટીની જેમ નમાવી દીધું...!
નેમિકુમારની વધુ પરીક્ષા કરવા માટે શ્રીકૃષ્ણ વાસુદેવે પોતાની સાથે બળનો મુકાબલો કરવા જણાવ્યું.
કૃષ્ણ વાસુદેવનો બળવાન હાથ નેમિકુમારે ક્ષણમાત્રમાં વાળી દીધો ! જયારે નેમિકુમારના હાથે કૃષ્ણ વાસુદેવ જાણે વાનરની જેમ લટકાઈ ગયા ! પ્રચંડ પુરુષાર્થ કર્યો પણ નેમિકુમારનો હાથ હલાવી પણ શક્યા નહીં..!
કૃષ્ણ વાસુદેવના મનમાં વિકલ્પ ઉત્પન્ન થયો ! નેમિકુમાર ધારે તો ક્ષણવારમાં મારું ત્રણ ખંડનું સામ્રાજ્ય મેળવી શકે તેમ છે..” શું વાસુદેવ હું છું કે નેમિકુમાર ! નેમિકુમારનું બળ ઓછું કરવા કંઈક પ્રયત્ન કરવો પડશે ! નહીંતર ભાવિમાં મારું સ્થાન ક્યાંય નહીં રહે ! હજી કૃષ્ણ વાસુદેવ આ વિચાર કરે છે ત્યાં જ આકાશવાણી થઈ...
- ૧૮૬ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org