________________
ગાંધર્વવિધિથીબંનેનાલગ્ન થાયછે.
મણિશેખર વિદ્યાધર નવદંપતીને આગ્રહ કરીને વૈતાઢ્યપર્વત ઉપર લઈ ગયો. ત્યાંઅનેકજિનાલયોનાદર્શન કરી અરિહંતપરમાત્માનીભાવપૂર્વકપૂજા કરી.
ત્યાંથી બધા પરિવાર સાથે ચંપાપુરીમાંયશોમતિનાપિતાનેત્યાં આવ્યા. જિતારિ રાજા શંખકુમા૨ જેવો શ્રેષ્ઠ જમાઈનિહાળી આનંદિત થયા. ત્યાંથી પુનઃ હસ્તિનાપુર નગરમાં આવ્યા. મહારાજા શ્રીષેણ પોતાની કુલવધૂને નિહાળી અતિ પ્રસન્ન બન્યા. રાજ્યધુરાનેપણ શંખકુમારનેસોંપી શ્રીષેણ રાજાએસંયમધુરાઅંગીકારકરીલીધી.
વર્ષો બાદ શ્રીષેણ મુનિ કેવળી થઈને હસ્તિનાપુરમાં પધાર્યા. કેવલિ ભગવંતની તાત્વિક ધર્મદેશના સાંભળી શંખકુમારને સંસારની અસારતા સમજાણી પણ પત્ની યશોમતિઉપરના મોહના કારણે સંયમસ્વીકારવામાંવિલંબ થતો હતો મનમાં સંઘર્ષ તીવ્ર થયા કરતો હતો કેવળી ભગવંતને કારણ પૂછતાં - કેવળી ભગવંતે યશોમતિ સાથેનો છેક ધન-ધનવતીના ભવથી સાત ભવોનો સંબંધ સંભળાવ્યો- અને જણાવ્યું અહીંથી તમે બંને અનુત્તર વિમાનમાં જશો અને ત્યાંથી તું નેમિનાથ તીર્થંકર થઈશ યશોમતિ રાજીમતી બની સિદ્ધપદને પામશે. મતિપ્રભ મંત્રીનો પણ ત્રણ ભવથી સંબંધચાલ્યો આવે છે એતારા ગણધરતરીકેથશે.
આ વૃત્તાંત સાંભળી પત્ની ઉપરનો મોહ ત્યજી શંખકુમારે યશોમતિ મંત્રી
મતિપ્રભ આદિ અનેક આત્માઓ સાથે દીક્ષા અંગિકાર કરી વીશસ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામકર્મનીનિકાચના કરી આયુષ્ય પૂર્ણ કરી આઠમાં ભવમાં અપરાજિતનામનાઅનુત્તરવિમાનમાંદેવ તરીકે ઉત્પન્નથયા. યશોમતિ પણ ત્યાંજ
મિત્રદેવતરીકેથઈ.
Jain Education International
For Private & PJ da Use Only
www.jainelibrary.org