________________
બંને કુમારો યુવાવસ્થામાં આવ્યા તે સમયે કુરુદેશના સીમાડા ઉપર પીપતિ સમરકેતુની લૂંટફાટથી સીમાડાના લોકો ત્રાસી ગયેલા. મહારાજા શ્રીષેણ પાસે સમરકેતુની ફરિયાદ આવી. યુવરાજ શંખકુમારે પણ આ ફરિયાદ સાંભળી પિતાની આજ્ઞા લઈને શંખકુમારેતે પલ્લીપતિને પોતાની શક્તિનો પરિચય કરાવી દીધો સ્વયં પોતાને મહાબલીમાનતો તે પલ્લીપતિક્ષણ માત્રમાંયુવરાજ સામે હારી ગયો. ત્યાંથી વિજય મેળવીને પુનઃ નગર તરફ આવતા વનમાં સ્ત્રીના કરૂણ રૂદનનો સ્વર સંભળાયો પરોપકાર પરાયણ યુવરાજ તુરંત જ તે દિશામાં ગયો એક પ્રૌઢ સ્ત્રી વૃક્ષ નીચે કરૂણ સ્વરે વિલાપ કરી રહી હતી. આકંદનું કારણ પૂછતા તે સ્ત્રીએ જણાવ્યું.
‘કુમાર ! અંગદેશના ચંપાપુરી નગરીના રાજા જિતારીની યશોમતી નામે ગુણવાન કન્યાની હું ધાવમાતા છું. કુમારી યશોમતીએ હસ્તિનાપુરના રાજકુમાર શંખકુમારની યશોગાથા સાંભળીને તેને પરણવાનું નિર્ણિત કરેલું. પણ મણિશેખર નામનાદુષ્ટવિદ્યાધરેકુમારીના રૂપમાં અંધ બની તેનું અપહરણ કર્યું છે તે પરોપકારી પુરુષ !તમકુમારીને વિદ્યાધરનાબંધનમાંથી છોડાવો !
તુરંત જ શંખકુમાર ધાવમાતાએ બતાવેલી દિશા તરફ ગયો ! થોડે દૂર જ પર્વતની ગુફામાં વિદ્યાધરના બંધનમાં ફસાયેલી કુમારીને નિહાળી અતુલ પરાક્રમી કુમાર વિદ્યાધર ઉપર ત્રાટક્યો ! વિદ્યાધરે પોતાની સઘળી યે વિદ્યાનો પ્રભાવ અજમાવ્યો પણ શંખકુમારના પુણ્ય પાસે બધી વિદ્યાઓ પાંગળી બની ગઈ ! અંતે મણિશેખર વિદ્યાધરે પોતાની ભૂલ કબૂલી કુમારની ક્ષમા માંગી. રાજકુમારી યશોમતી આભારવશનજરે કુમારની સામે અપલકપણે નિહાળી રહી.... શું આ જ શંખકુમાર હશે ! હજી તો કુમારી વિચાર કરે છે ત્યાં જ મંત્રી પુત્રમતિપ્રભ-ત્યાં આવી પહોંચ્યોકુમારની ઓળખાણ આપે છે રાજકુમારી યશોમતિ લજ્જિત થઈ જાય છે
Jain Education International
For Privac Srsonal Use Only
www.jainelibrary.org