________________
રાજકુમારીઓ કનકમાલા, રત્નમાલા, કમલિની, કુમુદિની, રંભા... અને પ્રિતિમતિ. છ એ રાણીઓને સ્વગૃહે બોલાવે છે ! મહારાજા હરિશંદી પણ પોતાના પુત્રનું પ્રચંડ પુણ્ય નિહાળી આનંદિત થઈ અંતે રાજ્યધુરા પુત્રને સોંપી પોતાની આત્મસાધના કરે છે. મંત્રી પુત્ર વિમલબોધ હવે મહામંત્રી બને છે તેના પણ અનેક કન્યાઓનીસાથેલગ્ન થાયછે!
અપરાજિતરાજા પ્રિતિમતિનેપટ્ટરાણીનું સ્થાન આપે છે. સમયની સરિતા દોડતી વહી જાય છે ! એક વખત મહારાજા અપરાજિતે એક મૃતકને નિહાળ્યું ! અંતિમસંસ્કાર માટે સ્વજનો એને લઈને જઈ રહ્યા છે ! આ નિહાળી પ્રજ્ઞાવાન અપરાજિત રાજાને સંસારના સુખોની અસારતાનું જ્ઞાન થયું. તુરંત જ પ્રિતિમતિ રાણી વિમલબોધ મંત્રી આદિ અનેક આત્માઓ સાથે ચારિત્રને ગ્રહણ કરી સુંદર સાધના કરી સમાધિમરણ મેળવી છઠ્ઠા ભવમાં અપરાજિત અને પ્રિતિમતિનો આત્મા અગિયારમાંદેવલોકમાંમહર્હુિકદેવ તરીકેથયા-તો મંત્રીવિમલબોધનોપણ આત્મા તેમની સાથે જ અગિયારમાંદેવલોકમાંમિત્ર દેવ તરીકે થયો ! સાતમા ભવમાં આ જ જંબૂઢીપના ભરત ક્ષેત્રમાં કુરુ દેશની રાજધાની હસ્તિનાપુર નગરમાં શ્રીષેણ રાજાની શ્રીમતી નામે પટ્ટરાણીની કુક્ષિએ પુત્ર પણે ઉત્પન્ન થયા. જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ શંખ જેવા આકારનો ઉજ્જવળ પૂર્ણ ચન્દ્ર પોતાના મુખમાં પ્રવેશતા નિહાળેલો
તેથી જ પુત્રનો જન્મથતાં તેનું નામ શંખકુમાર પાડવામાં આવ્યું. મંત્રી વિમલબોધનો આત્મા પણ દેવલોકમાંથી ચ્યવન પામી એ જ નગરીના મહામંત્રી ગુણનિધિના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. મતિપ્રભ એનું નામ પાડવામાં આવ્યું. સમવયસ્કબંને કુમારોને ગતભવની જેમઆભવમાંપણ ગાઢ મિત્રતા બંધાણી.
Jain Education International
૧૮૨
For Private & Personal Use Only
www.jainelibrary.org