________________
પરોપકારીઅપરાજિતકુમારને દિશા તરફ આગળ વધ્યા. ત્યાં રથનુપુરનગરના અમૃતસેન રાજાની રત્નમાલા રાજકુમારીને શ્રીષેણ વિદ્યાધરનો સુરકાંત નામે પુત્ર રાજકુમારીઉપરમોહાંધ બની વિદ્યા દ્વારાકુમારીનું અપહરણ કરી ત્યાં લાવેલો...
ક્ષણ માત્રમાં જ અપરાજિતકુમારે- તે વિદ્યાધર પુત્રને બંધનગ્રસ્ત બનાવી દીધો ! સૂરકાંતવિદ્યાધરેઅપરાજિતકુમારની ક્ષમા માંગી... અને કહ્યું.... | ‘હે વીર પુરુષ ! આ કુમારી હરિનંદી રાજાના કુમાર રાજપુત્ર અપરાજિતના ગુણગાન સાંભળીને તેના ઉપર મોહિત બની છે. અપરાજિત કુમાર સિવાય કોઈની પણ સાથે હું પરણીશ નહીં. એવા દ્રઢ નિર્ધારવાળી આ કુમારી ઉપર હું મોહાંધ બનેલો દુર્બુદ્ધિ એવો હું બળજબરીથી કુમારીને અહીં લઈ તો આવ્યો પણ - હવે મને સદ્ગદ્ધિ આવી છે આપ ક્ષમા કરો ! આ કુમારીને આપ અપરાજિતકુમાર સાથે લગ્ન કરાવી દો ! ત્યાં જ વિમલબોધ મંત્રી પુત્રે કહ્યું...! “અરે ! આ તો ગંગા ઘર આંગણે આવી છે આ જ કુમાર અપરાજિતકુમાર છે ! આ સાંભળી રાજકુમારીના મુખ ઉપર રતાશ છવાઈ ગઈ ! લજ્જિત બનેલી રાજપુત્રીના હૈયામાં હર્ષ સમાતો નથી ત્યાં જ ગાંધર્વ વિધિથી મંત્રી પુત્ર વિમલબોધ અને સુરકાંત વિદ્યાધરે અપરાજિત અને રત્નમાલાના લગ્ન કરાવી આપ્યા! તે જ સમયે રત્નમાલાકુમારી ના પિતા પણ પુત્રીની શોધ કરતા તે સ્થાને આવ્યા અને પુત્રીને ઈચ્છિત યોગ્ય સર્વશ્રેષ્ઠ વરની પ્રાપ્તિ થવાથી એ પણ આનંદમાં સહભાગી બન્યા.
સુરકાંત વિદ્યાધરે રાજકુમાર અપરાજિતને મણિ-મૂલિકા આદિ તથા મંત્રી પુત્રને વિદ્યાધિષ્ઠિતગુટિકા આદિ અતિકિંમતી વસ્તુઓ ભેટમાં આપી.
રત્નમાલાને સમજાવી તેના પિતાની સાથે તેના નગરમાં મોકલી આપીબંને મિત્રો
Jain Education International
For Private & Plo se Only
www.jainelibrary.org