________________
સંયમ અંગીકાર કરી ઉભય દંપત્તિ સમાધિમરણ પામ્યા. ચોથા ભવમાં માહેન્દ્ર નામે ચોથાદેવલોકમાં બંને મિત્રદેવ તરીકે થયા.
ભવ....૫/૬/૭/૮ પાંચમાં ભવમાં ચિત્રગતિ વિદ્યાધરનો આત્મા પૂર્વ વિદેહના પદ્મનામના વિજયમાં સિંહપુરનગરમાં હરિહંદી રાજાને ત્યાં પ્રિયદર્શનાનામે પટ્ટરાણીનીકુક્ષિએ પુત્ર પણે ઉત્પન્ન થયો. અપરાજિત તેનું નામ પાડવામાં આવ્યું. અપરાજિતકુમારનું સુભગ નામકર્મ અતિ પ્રબળ હતું. અપરાજિતકુમારને મંત્રી પુત્ર વિમલબોધ સાથે અતૂટ મૈત્રી હતી... જ્યાં અપરાજિત ત્યાં વિમલબોધ સાથે જ હોય ! મંત્રી પુત્ર વિમલબોધપડછાયાની જેમકુમારની સાથે રહેતો હતો!
એકવખત બંને મિત્રો વનમાં પરિભ્રમણ માટે નીકળ્યાછે દૂર પહોંચી ગયા છે ત્યાં કોઈ ભયભીત પુરુષનો અવાજ સાંભળ્યો.... “મારું રક્ષણ કરો' પરોપકારી અપરાજિતકુમારતુરંત જ એ દિશા તરફ ગયા. કોશલ રાજાના સૈનિકોએ- એ પુરુષને બંધનગ્રસ્ત બનાવેલો પોતાના પરાક્રમદ્વારા એ પુરુષનું દુ:ખ દૂર કરી અંતે કોશલ રાજાના હૃદયમાં પણ સ્થાન મેળવી રાજાની પુત્રી કનકમાળાની સાથે લગ્ન કરી તેના રાજમહેલમાં અલ્પ સમય બંને મિત્રો રહ્યા અપરાજિતકુમારવિચારે છે કોશલ રાજાને મારી સાથે સ્નેહબંધન એ રીતનું બંધાઈગયું છે જલ્દી મને રજા નહીંઆપે તેથી જ બંને મિત્રો રાજાની જાણ બહાર જ રાજમહેલમાંથી રાત્રે નીકળી ગયા. " રાજપુત્રી અને પોતાની પત્ની કનકમાળાને પણ પિતાના મહેલમાં જ રાખી છે.
બંને મિત્રો પુનઃ પોતાના નગર તરફ આવતા હતા ત્યાં કોઈ સ્ત્રીના કરૂણ આક્રંદનોસ્વરઅપરાજિતકુમારના કાનમાં પડ્યો !
For PL 96ersonal Use Only
Jain Education International
www.jainelibrary.org